આઈસીએમઆરના ડો. ગંગા કેટકરે કહ્યું કે, ભારતમાં અત્યાર સુધીમાં 38442 પરીક્ષણ કરવામાં આવ્યા છે, જેમાંથી 3501 ટેસ્ટ ગઈકાલે કરવામાં આવ્યા હતા. આપણે હજુ પણ ટેસ્ટ ક્ષમચાછી 30 ટકા ઓછા છીએ. છેલ્લા 3 દિવસમાં 13034 ટેસ્ટ ખાનગી લેબમાં કરવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારે કહ્યું કે, ડીઆરડીઓએ આગામી સપ્તાહથી પ્રતિ દિવસ 20,000 એન-95 માસ્ક બનાવવાનું શરૂ કરી દેશે.
સરકારે ગઈકાલે જ સ્પષ્ટતા કરી હતી કે દેશમાં હાલમાં 21 દિવસનું લોકડાઉન છે જેને આગળ વધારવાની કોઈ યોજના નથી. આ પહેલા અટકળો લગાવવામાં આવી રહી હતી કે દેશમાં 90 દિવસ સુધી લોકડાઉન રહેશે.
કોરોના વાયરસ વિરૂદ્ધ લડાઈને વધારે આગળ વધાતારતા એઈમ્સએ પોતાના ટ્રોમા સેન્ટરની બિલ્ડિંગને કોવિડ-19ની હોસ્પિટલમાં ફેરવવાનો નિર્ણય કર્યો છે.