ચૂંટણી પંચે મંગળવારે બેઠક બાદ રાજ્યસભા ચૂંટણી મતદાન ટાળવાનો નિર્ણય કર્યો. ચૂંટણી પંચનું કહેવું છે કે હાલમાં સ્થિતિ બરાબર નથી, એવામાં જો ચૂંટણી થાય તો મતદાન એજન્ટથી લઈને મતદાતાઓનો જમાવડો લાગશે, જે ખોટું હશે. હાલમાં દરેક જગ્યાએ લોકોને ભેગા થવાથી રોકવામાં આવી રહ્યા છે. એવામાં ચૂંટણી ટાળવામાં આવે છે.
અહીં થવાની હતી ચૂંટણી
બાકીની 18 સીટો પર મતદાન થવાનું હતું. તેમાં ગુજરાત અને આંધ્ર પ્રદેશમાં ચાર-ચાર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ત્રણ-ત્રણ, ઝારખંડમાં બે અને મણિપુરમ અને મેગાલયમાં એક-એક સીટ સામેલ છે.
શરદ પવાર સહિત 37 નિર્વિરોધ ચૂંટાયા
રાજ્યસભા ચૂંટણીમાં એનસીપી પ્રમુખ શરદ પવાર, કેન્દ્રીય મંત્રી રામદાવ આઠવલે અને રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહ સહિત 37 ઉમેદવાર નિર્વિરોધ ચૂંટાઈ આવ્યા છે.
આ રાજ્યોમાં થઈ નિર્વિરોધ ચૂંટણી
મહારાષ્ટ્રમાં સાત, તમિલનાડુમાં છ, હરિયાણા, છત્તીસગઢ અને તેલંગામામાં બે-બે, ઓડિશામાં ચાર, બિહાર અને બંગાળમાં પાંચ-પાંચ અને એક હિમાચલ પ્રદેશમાંથી છે. તેમાંથી ભાજપના ભાગે 7 સીટ આવી છે. જ્યારે જેડીયૂના ભાગે 2, અન્નાદ્રુમુકને બે (તમિલનાડુ) અને બીપીએફને એક સીટ (અસમ) મળી છે. બીજૂ જનતા દળને ઓડિશામાં ચાર અને તૃણમૂલ કોંગ્રેસને બંગાળમાં ચાર સીટ મળી છે. તેલંગાનામાં ટીઆરએસને બે સીટ પર સફળતા મળી છે.