કઈ લેબને કિટ તૈયાર કરવાની મળી મંજૂરી
પુણેની ફર્મ માયલેબને તેની જવાબદારી સોંપવામાં આવી છે. માયલેબે એક સપ્તાહમાં એક લાખ કિટ તૈયાર કરવાનો વાયદો કર્યો છે. કંપનીના દાવા પ્રમાણે એક કિટથી 100 દર્દીનો ટેસ્ટ કરી શકાય છે.
માત્ર દોઢ મહિનામાં જ તૈયાર કરી કિટ
માયલેબે 6 સપ્તાહમાં જ સ્વદેશી કિટ તૈયાર કરી છે. જેના દ્વારા એક સપ્તાહમાં એક લાખ કિટનું નિર્માણ કરી શકાય છે. માયલેબ જે કિટ તૈયાર કરશે તેનો ખર્ચ વિદેશી કિટની સરખામણીએ માત્ર 25 ટકા જ હશે.
માયલેબ ડિસ્કવરી સોલ્યુશન્સના અધિકારીના જણાવ્યા મુજબ, મેક ઈન ઈન્ડિયા અંતર્ગત રાજ્ય અને કેન્દ્ર સરકારના સમર્થનથી COVID-19 ટેસ્ટ માટે કિટને રેકોર્ડ સમયમાં વિકસિત કરવામાં આવી છે. જેને કેન્દ્રીય ઔષધિ માનક નિયંત્રણ સંગઠનની મંજૂરી મળી છે.
ગુજરાત સહિત દેશમાં કુલ 12 ખાનગી લેબને ટેસ્ટની મળી મંજૂરી
સરકારે પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં મળીને કુલ 12 નવી ખાનગી લેબોરેટરીને કોરોના વાયરસ ટેસ્ટની મંજૂરી આપી છે. 12માંથી મહારાષ્ટ્રમાં 5, હરિયાણા અને તમિલનાડુમાં 2-2, દિલ્હી, ગુજરાત અને કર્ણાટકમાં 1-1 લેબને મંજૂરી આપવામાં આવી છે.
કયા રાજ્યમાં ક્યાં આવી છે લેબ
ગુજરાતઃ અમદાવાદમાં આવેલી યુનિપથ સ્પેશિયાલિટી લેબોરેટરીને મંજૂરી આપવામાં આવી છે. આ લેબ 102, સનોમા પ્લાઝા, પરિમલ ગાર્ડન સામે, એલિસબ્રિજ, અમદાવાદ ખાતે આવેલી છે.
દિલ્હીઃ લાલ પેથ લેબ્સ, બ્લોક ઈ, સેક્સન 18, રોહિણી
હરિયાણાઃ (1) સ્ટાન્ડર્ડ લાઇફ સાયન્સિસ, એ-17, સેક્ટર 34, ગુરુગ્રામ (2) એસઆરએલ લિમિટેડ, જીપી 26, સેક્ટર 18, ગુરુગ્રામ
કર્ણાટકઃ ન્યૂબર્ગ આનંદ રેફરન્સ લેબોરેટરી, આનંદ ટાવર, 54, બૌરિંગ હોસ્પિટલ રોડ, બેંગ્લોર
મહારાષ્ટ્રઃ (1) થાયરોકેર ટેકનોલોજીસ લિમિટેડ, ડી37/1, ટીટીસી એમઆઈડીસી, તુર્ભે, નવી મુંબઈ (2) સબઅર્બન ડાયગ્નોસ્ટિક્સ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ, સનશાઈન બિલ્ડિંગ, અંધેરી(વેસ્ટ), મુંબઈ (3) મેટ્રોપોલીસ હેલ્થકેર લિમિટેડ, યુનિટ નંબર 409-416, ચોથા માળે, કોમર્શિયલ બિલ્ડિંગ-1, કોહિનૂર મોલ, મુંબઈ (4) સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટર, મોલેક્લુર મેડિસિન, રિલાયન્સ લાઇફ સાયન્સ પ્રા. લિમિટેડ, આર-282, ટીટીસી ઈન્ડસ્ટ્રીયલ એરિયા, નવી મુંબઈ (5) એસઆરએલ લિમિટેડ, પ્રાઇમ સ્કવેર બિલ્ડિંગ, પ્લોટ નંબર 1, ગાઇવાડી ઈન્ડસ્ટ્રીયલ એરિયા, એસવી રોડ, ગોરેગાંવ, મુંબઈ
તમિલનાડુઃ (1) ડિપાર્ટમેટ ઓફ ક્લિનિકલ વાયરોલોજી, જીએમસી, વેલ્લોર (2) ડિપાર્ટમેન્ટ ઓફ લેબોરેટરી સર્વિસેઝ, અપોલો હોસ્પિટલ્સ એન્ટરપ્રાઇઝ લિમિટેડ, ચેન્નઈ