India Corona Cases: ભારતમાં કોરોનાના દૈનિક કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં ચાર હજારથી પણ ઓછા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 3614 નવા કોરોનાના કેસ નોંધાયા છે અને 89 સંક્રમિતોના મોત થયા છે. 5185 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. એકટિવ કેસની સંખ્યા ઘટીને 40,559 પર પહોંચી છે.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ



  • એક્ટિવ કેસઃ 40,559

  • કુલ ડિસ્ચાર્જઃ 4,24,31,513

  • કુલ મૃત્યુઆંકઃ 5,15,803

  • કુલ રસીકરણ: 1,79,91,57,486

  •  






મંત્રાલયના જણાવ્યા અનુસાર, નવા કેસોની ઘટતી સંખ્યાને કારણે દેશમાં સક્રિય કેસોમાં પણ ઘટાડો થયો છે. દેશમાં આજે 3,614 નવા કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 5,185 દર્દીઓ સ્વસ્થ થયા છે. દેશમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,29,87,875 થઈ ગઈ છે, જ્યારે અત્યાર સુધીમાં કોરોનાના કારણે મોતને આંકડો વધીને 5,15,803 થઈ ગયો છે. કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,24,31,513 થઈ ગઈ છે.


દિલ્હીમાં કોરોનાના 174 નવા કેસ


દિલ્હીમાં કોરોના વાયરસના સંક્રમણના 174 નવા કેસ નોંધાયા હતા અને સતત બીજા દિવસે કોરોનાના કારણે કોઈ દર્દીનું મૃત્યુ થયું નથી. આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, પોઝિટીવિટી રેટ 0.45 ટકા નોંધાયો છે. દિલ્હીમાં કોવિડ-19ને કારણે અત્યાર સુધીમાં 26,140 લોકોના મોત થયા છે. રાષ્ટ્રીય રાજધાનીમાં હાલમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 860 છે.


મુંબઈ અને પુણેમાં કોરોનાને કારણે કોઈ મૃત્યુ નથી


શુક્રવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી સંક્રમિત 318 નવા દર્દીઓની પુષ્ટિ થઈ હતી અને એક દર્દીનું મોત થયું હતું. રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું કે રાજ્યમાં કોવિડના કેસ વધીને 78,70,627 થઈ ગયા છે અને મૃત્યુઆંક 1,43,750 પર પહોંચી ગયો છે.