મુંબઈ: ચીનના વુહાન શહેરથી ફેલાયેલા જીવલેણ કોરોના વાયરસે દુનિયાના અનેક શહેરોને પોતાની ચપેટમાં લઈ લીધાં છે. ભારતમાં પણ કોરોનાએ પગપેસારો કરી દીધો છે, અને કેટલાક શહેરોમાં વકર્યો પણ છે. તાજા રિપોર્ટ પ્રમાણે ભારતમાં 29 કેસ કન્ફોર્મ થયા છે. જેને લઈ ભારત સરકારે પણ એલર્ટ જાહેર કર્યું છે. સાથે અલગ અલગ મંત્રાલયો પણ એલર્ટ મોડમાં આવી ગયા છે.


સ્વાસ્થ્ય મંત્રાલય બાદ હવે રેલવે મંત્રાલયે પણ કોરોના વાયરસને લઈને એડવાઈઝરી જાહેર કરી છે. રેલવે મંત્રાલયે અલગ અલગ ઝોનને કોરોના વાયરસ સામે લડવા માટે તમામ તૈયારીઓને લઈ એડવાઈઝરી જાહેર કરી છે.

રેલવે બોર્ડના હેલ્થ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીમાં કોરોના વાયરસને લઈ લોકોમાં જાગૃકતા ફેલાવવા, રેલવે હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ બનાવવા, તમામ મેડિકલ વ્યવસ્થા કરવી, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી રહેલી ટ્રેનિંગમાં સામેલ થવું. કોરોના વાયરસથી પ્રભાવિત કોઈ કેસ સામે આવે તો તત્કાલ જાણકારી આપવાની સાથે સાથે જરૂરી પગલા ઉઠાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ભારતમાં કયા-કયા શહેરોમાં ફેલાયો છે કોરોના વાયરસ, કેટલા કેસ નોંધાયા, જાણો હાલની સ્થિતિ......

ઉલ્લેખનીય છે કે, લોકલ ટ્રેનોમાં કરોડો લોકો દરરોજ મુસાફરી કરે છે. એવામાં રેલ મંત્રાલયે ટ્રેનો અને સ્ટેશનો સિવાય ભીડવાળા સ્ટેશન પર વિશેષ ધ્યાન આપવા કહ્યું છે.