દેશમાં કોરોનાના કેસનું કિડિયારી ઉભરાયું છે. ભારતમાં  કોરોના મહામારીએ ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. કોરોનાની બીજી લહેરમાં બાળકો પણ સંક્રમિત થયા છે. ડોક્ટરોના કહેવા મુજબ ગત વર્ષની તુલનામાં આ વખતે 4 મહિનાથી ઓછી ઉંમરના બાળકો પણ ઝપેટમાં આવી રહ્યા છે.


બાળકોમાં કોરોનાના આ લક્ષણો પર રાખો નજર


નિષ્ણાત તબીબોના દાવા મુજબ બાળકોમાં કોરોનાના મામલા ઓછા છે અને વયસ્કોની તુલનામાં જલદી ઠીક થઈ જાય છે. બીજી લહેરમાં બાળકોમાં લક્ષણોમાં કેટલાક બદલાવ થયા છે. પહેલા માત્ર તાવ કે થાક જ કોરોનાના લક્ષણ માનવામાં આવતા હતા પરંતુ હવે તેમ નથી, અન્ય કેટલાક લક્ષણો પણ જોવા મળી રહ્યા છે.


પેટમાં દુખાવો


કોરોની બીજી લહેરમાં પેટમાં ગડબડ એટલે કે ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલના લક્ષણ જોવા મળી રહ્યા છે. બાળકો પર પર વધારે પ્રભાવ જોવા મળી રહ્યો છે. પેટમાં અસામાન્ય દુખાવો, સોજો, પેટ ભારે લાગવું જેવા લક્ષણોથી બાળકો પીડાતા હોય છે. કેટલાક બાળકો ઓછી ભૂખની ફરિયાદ પણ કરી શકે છે.


ઉલટી ઉબ્કા


ઉલ્ટી ઉબ્કા પણ બાળકોમાં કોરોના લક્ષણ હોવાનું સૂચવે છે. કોરોના વાયરસથી પેટમાં દુખાવો અને આંતરડામાં સોજો પણ આવી શકે છે. જો તમારા બાળકમાં આવા કોઈ લક્ષણ જોવા મળે તો તપાસ કરાવો.


તાવ


કોરોના થવા પર બાળકોમાં તાવનું તાપમાન 102 ડિગ્રી ફેરનહિટ જેટલું થઈ જાય છે. કોરોનાથી તાવમાં ઠંડી, દર્દ અને નબળાઈનો અનુભવ થાય છે. મોટાભાગના મામલામાં તાવ 2-3 દિવસ બાદ ઉતરી જાય છે. જો આ લક્ષણ 5 દિવસ સુધી જોવા મળે તો સતર્ક થઈ જાવ.


સતત શરદી અને ખાંસી


સતત શરદી અને ખાંસી પણ બાળકોમાં કોરોના સંક્રમણનું લક્ષણ હોઈ શકે છે. જો શરદી કે ખાંસીથી ઠીક થવામાં વધારે સમય લાગતો હોય અને ગળામાં ખારાશ હોય તો કોરોનાનો સંક્ત હોઈ શકે છે.


થાક


બાળકોમાં થાક અને સુસ્તી સંક્રમણનો સંકેત હોઈ શકે છે. જો તમારું બાળક પણ આવી ફરિયાદ કરે તો એલર્ટ થઈ જાવ.


ત્વચા પર ચાઠા


કોરોના કાળમાં બાળકોની પગની આંગળીમાં ચાઠા જોવા મળ્યા છે. જે બળકોમાં સંક્રમણનું સૌથી સામાન્ય લક્ષણ છે. જો તમારા બાળકમાં આવા લક્ષણ હોય તો કોરોનાનો સંકેત માનીને તાત્કાલિક રિપોર્ટ કરાવવો જોઈએ.


આ પણ વાંચોઃ દેશમાં પ્રથમ વખત નોંધાયા દૈનિક 4200થી વધુ મોત, લોકોમાં ફફડાટ


રાજ્યની વધુ એક કોવિડ હોસ્પિટલમાં આગ, 70થી વધુ કોરોના દર્દી હતા સારવારમાં, જાણો વિગતે