નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 38,902 કેસ સામે આવ્યા છે. છેલ્લા એક દિવસમાં 543 દર્દીઓના મોત થયા છે. રવિવારે ભારતમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 10,77,618 થઈ ગઈ છે. જ્યારે ભારતમાં અત્યાર સુધીમાં 26,816 લોકોના મોત થયા છે. જ્યારે 3,73,379 એક્ટિવ કેસ છે, જેની સારવાર ચાલી રહી છે. સંક્રમણથી 6,77,423 લોકો સ્વસ્થ થયા છે. ભારતમાં રિકવરી રેટ 62.86 ટકા થઈ ગયો છે, જ્યારે મૃત્યુ દર 2.49 ટકા છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ ભારતમાં કન્ટેઈનમેન્ટ સ્ટ્રેટેજી અને ક્લીનિકલ મેનેજમેન્ટ પ્રોટોકોલના કારણે ન માત્ર રિકવરી રેટ પરંતુ મૃત્યુ દરમાં પણ ઘટાડો થયો છે. હાલ ભારતામાં મૃત્યુ દર 2.49 ટકા છે. મૃત્યુ દરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને ભારતમાં દુનિયામાં સૌથી ઓછો મૃત્યુ દર છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, 27 રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોમાં મૃત્યુ દર 2 ટકાથી ઓછો છે. જેમાં 19 રાજ્યો/ યૂટીમાં 1 ટકા કરતા ઓછો મૃત્યુ દર છે, જ્યારે 8 રાજ્યો/ યૂટીમાં મૃત્યુ દર 2 ટકા કરતા ઓછો. મણિપુર 0.00 નાગાલેન્ડ 0.00 સિક્કિમ 0.00 મિઝોરમ 0.00 અંદમાન અને નિકોબાર દ્રીપ 0.00 લદાખ 0.09 ત્રિપુરા 0.19 આસામ 0.23 દાદરા અને નગર હવેલી અને દમણ અન દીવ 0.33 કેરળ 0.34 છત્તીસગઢ 0.46 અરૂણાચલ પ્રદેશ 0.46 મેઘાલય 0.48 ઓરિસ્સા 0.51 ગોવા 0.60 હિમાચલ પ્રદેશ 0.75 બિહાર 0.83 ઝારખંડ 0.86 તેલંગણા 0.93