Coronavirus: દેશમાં જીવલેણ કોરોના વાયરસની બીજી લહેરનો પ્રકોપ યથાવત છે. જોકે હવે ધીમે ધીમે નવા કેસની સંખ્યા ઘટી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી છે કે દેશમાં વિતેલા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1,73790 લાખ કેસ સામે આવ્યા છે જે 45 દિવસમાં સૌથી ઓછા છે. દેશમાં વિતેલા 24 કલાકમાં બે લાખ 84 હજાર 601 દર્દી ઠીક થયા છે.

ગઈકાલે કોરોનાથી 3617 લોકોના મોત

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, દેશમાં અત્યાર સુધી કોરોનાથી બે કરોડ 51 લાખ 78 હજાર 11 લોકો ઠીક થયા છે. દેશમાં હવે રિકવરી રેટ વધીને 90.80 ટકા થઈ ગયો છે. જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટી રેટ હવે 9.84 ટકા થઈ ગયો છે જે સતત વિતેલા પાંચ દિવસમાં દસ ટકાથી ઓછો છે. દેશમાં ગઈકાલે કોરોનાથી 3617 લોકોના મોત થયા છે.

મે મહિનાનાં કેસ

તારીખકેસમોત
28 મે1,73,7903,617
27 મે1,86,3643660
26 મે2,08,9214157
25 મે1,96,4273511
24 મે2,22,3154454
23 મે2,40,8423741
22 મે2,57,2994194
21 મે2,59,5514209
20 મે2,76,0773874
19 મે2,67,3344529
18 મે2,63,5534329
17 મે2,81,3864106
16 મે3,11,1704077
15 મે3,26,0983890
14 મે3,43,1444000
13 મે3,62,7274120
12 મે3,48,4214205
11 મે3,29,9423876
10 મે3,66,1613754
9 મે4,03,7384092
8 મે4,07,0784187
7 મે4,14,1883915
6 મે4,12,2623980
5 મે3,82,3153780
4 મે3,57,2993449
3 મે3,68,1473417
2 મે3,92,4983689
1 મે4,01,9933523

અત્યાર સુધી કુલ 34 કરોડ 11 લાખ 19 હજાર 999 સેમ્પલ ટેસ્ટ થયા

ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (ICMR)એ કહ્યું કે, ભારતમાં ગઈકાલે કોરોના વાયરસ માટે 20 લાખ 80 હજાર 48 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા. ત્યાર બાદ દેશમાં અત્યાર સુધી કુલ 34 કરોડ 11 લાખ 19 હજાર 909 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

લોકડાઉન શરૂ થયા બાદથી દિલ્હીમાં 11 હજારથી વધારે મોત

દિલ્હીમી બીજી લહેર દરમિયાન જ્યારે લોકડાઉન લગાવવામાં આવ્યું હતું ત્યારથી લઈને 28 મે સુધીમાં શહેરમાં કોરોનાને કારણે 11590 લોકોના મોત થયા છે. આંકડા અનુસાર, 19 મે સુધી દિલ્હીમાં કોરના સંબંધિત કુલ મોતની સંખઅયા3 12361 હતી. શુક્રવારે 139 લોકોના મોત થવાની સાથે હાલમાં કુલ મોતનો આંકડો 23591 થઈ ગયો છે.