નવી દિલ્હીઃ છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના 18 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. દરમિયાન કોરોનાના 39 દર્દીઓના મોત પણ થયા છે. કેરળ (4,459 નવા કેસ) પાંચ રાજ્યોમાં પ્રથમ ક્રમે છે જ્યાં સૌથી વધુ કેસ નોંધાયા છે. તે પછી મહારાષ્ટ્ર (3,957), કર્ણાટક (1,945), તમિલનાડુ (1,827) અને પશ્ચિમ બંગાળ (1,424) આવે છે. નવા કેસોમાંથી 23.69 ટકા કેરળમાંથી જ આવ્યા છે.






કોવિડના કારણે છેલ્લા 24 કલાકમાં વધુ 39 લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશમાં કોવિડને કારણે અત્યાર સુધીમાં પાંચ લાખ (5,25,116) થી વધુ લોકોના મોત થયા છે.


ભારતનો રિકવરી રેટ હવે 98.55 ટકા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 13 હજાર 827 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેના કારણે દેશભરમાં સ્વસ્થ થયેલા લોકોની કુલ સંખ્યા 4 કરોડ 28 લાખ 22 હજાર 493 થઈ ગઈ છે.







દેશમાં કોરોનાના 1.04 લાખ એક્ટિવ કેસ


દેશમાં નવા કોરોના દર્દીઓ નોંધાયા બાદ એક્ટિવ કેસની સંખ્યા એક લાખને વટાવી ગઈ છે. દેશમાં હાલમાં કોરોનાના 1 લાખ 4 હજાર 555 એક્ટિવ કેસ  છે.  છેલ્લા 24 કલાકમાં કોરોનાના એક્ટિવ કેસોમાં  4 હજાર 953 નો વધારો થયો છે. બીજી તરફ, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના કુલ 14 લાખ 17 હજાર 217 ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કુલ 4,52,430 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.


 


Byju's Layoff: Byju's એ તેની ગ્રૂપ કંપનીઓમાં ખર્ચ ઘટાડવાના નામે કુલ 2500 લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા


આ ફાર્મા કંપનીએ એક ઝાટકે 8000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા


Rahul Dravid PC: ટેસ્ટ મેચમાંથી બહાર નથી થયો રોહિત શર્મા, કોચ દ્રવિડનું કેપ્ટન અંગે મોટું નિવેદન


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કોરોના થતા રથયાત્રાની કઈ વર્ષો જૂની પરંપરા તૂટશે? પહેલીવાર બનશે આવું