મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 2,86,598 લોકોને કોરોનાને ચેપ લાગ્યો છે. તેમાંથી 7466 લોકોના મોત થયા છે, જ્યારે 1,29,000 લોકો સાજા થયા છે.
કોરોનાના મામલે છઠ્ઠા નંબર પર ભારત
અમેરિકા, બ્રાઝીલ, રશિયા, સ્પેન, બ્રિટેન બાદ કોરોના મહામારીથી સૌથી વધારે પ્રબાવિત દેશોમાં ભારત છઠ્ઠા ક્રમે પહોંચી ગયું છે. જ્યારે ભારતમાં કેસની ગતિ વિશ્વમાં ત્રીજા અથવા ચોથા નંબર પર છે. મંગળવારે અમેરિકા, બ્રાઝીલ અને રશિયા બાદ એક જ દિવસમાં સૌથી વધારે કેસ ભારતમાં નોંધાયા છે.
એક્ટિવ કેનસા મામલે ટોપ-5 રાજ્ય
આંકડા અનુસાર, દેશમાં હાલમાં 1,29,360 કોરોના એક્ટિવ કેસ છે. સૌથી વધારે એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં 44 હજારથી વધારે દર્દીની સારવાર ચાલી રહી છે. ત્યાર બાદ બીજા નંબર પર દિલ્હી, ત્રીજા નંબર પર તમિલનાડુ, ચોથા નંબર પર ગુજરાત અને પાંચમાં નંબર પર પશ્ચિમ બંગાળનો આવે છે. આ પાંચેય રાજ્યમાં સૌતી વધારે એક્ટિવ કેસ છે.
એક્ટિવ કેસ મામલે વિશ્વમાં ભારત ચોથા સ્થાન પર છે. એટલે કે ભારત એવો ચોથો દેશ છે જ્યાં હાલમાં સૌથી વધારે એક્ટિવ કેસ છે જેમની હાલમાં સારવાર ચાલી રહી છે.