મુંબઈમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રીંગ એક્ટ (PMLA) કોર્ટે સોમવારે (8 જૂન)ના રોજ ભાગેડૂ ડાયમંડ બિઝનેસમેન નીરવ મોદીને મોટો ઝટકો આપ્યો હતો. કોર્ટે સરકારને તેની 1400 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. નીરવ મોદી પંજાબ નેશનલ બેંક (PNB)ના 1300 કરોડ રૂપિયાથી વધારે ફ્રોડનો મુખ્ય આરોપી છે.

નીરવ મોદીએ પાંચ વાર જામીન માટે અરજી કરી હતી જોકે તમામ દલીલોને રદ્દ કરી દેવામાં આવી હતી. 13 હજાર કરોડથી વધારે કૌંભાડ કરીને ભાગેડુ ડાયમંડ બિઝેસમેન નીરવ મોદીનો મોટો ઝટકો લાગ્યો છે. દેશને લૂંટનાર નીરવ મોદીની સંપત્તિ જપ્ત થશે. નીરવ મોદી સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જલ્દી નીરવ મોદીની 1400 કરોડની સંપત્તિની હરાજી કરવામાં આવશે.

આ પહેલા ડિસેમ્બર 2019માં ડાયમંડ વેપારીને ભાગેડુ આર્થિક આરોપી જાહેર કરવામાં આવ્યો હતો. વર્તમાનમાં નીરવ મોદી 19 માર્ચ 2019ના રોજ પોતાની ધરપકડ બાદ લંડનના વૈંડસવર્થ જેલમાં બંધ છે. તેના પર પંજાબ નેશનલ બેન્ક કૌભાંડમાં લેટર ઓફ અન્ડરટેકિંગથી મળતા મોટા લાભો લેવાનો આરોપ છે. નીરવ મોદની 140 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવશે. આ ઉપરાંત 100 કરોડ રૂપિયાવાળા ઘર સરકાર હસ્તે કરવામાં આવશે. આ તમામ સંપત્તિ પર સરકાનો કબ્જો રહેશે.

નીરવ મોદીની મુંબઈ, દિલ્હી, જયપુર, અલીબાગ અને સુરતમાં સંપત્તિ છે. મુંબઈના વર્લીમાં સમુદ્ર મહેલ બિલ્ડીંગમાં નીરવ મોદીના છ એપાર્ટમેન્ટ છે.. સમુદ્ર મહેલમાં દરેક એપાર્ટમેન્ટની કિંમત લગભગ 100 કરોડ રૂપિયા છે. નીરવ મોદી ફરાર થયો તે પહેલા પોતાના પરિવાર સાથે આ એપાર્ટમેન્ટમાં રહેતો હતો.

કાલાઘોડા વિસ્તારમા પણ નીરવ મોદીનું રિધમ હાઉસના નામથી મ્યૂઝિક સ્ટોર છે. મુંબઈના બ્રીચ કેન્ડી રોડ પર એક મોટી બિલ્ડીંગમાં ફ્લેટ છે. જેને જપ્ત કરવામાં આવશે. આ ઉપરાંત મુંબઈના ઓપેરા હાઉસમાં પણ નીરવ મોદીના ત્રણ ફ્લેટ છે. આ ઉપરાંત નીરવ મોદીની લક્ઝૂરિયસ વસ્તુનું પહેલા હરાજી કરવામાં આવી હતી. જેમાં ઈડીને લગભગ 51 કરોડ રૂપિયા મળ્યાં હતાં.