Coronavirus Cases Today in India: દેશમાં કોરોના વાયરસની મહામારીના નવા કેસમાં હવે ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશમાં વિતેલા 24 કલાકમાં કોરોનાનાના નવા 1 લાખ 27 હજાર 510 નવા કેસ આવ્યા છે. મોટી વાત એ છે કે દેશમાં છેલ્લી વખત કોરોનાના એક લાખ 27 હજારથી ઓછા કેસ 13 એપ્રિલના રોજ આવ્યા હતા. ત્યારે દેશમાં કોરોનાના એક લાખ 26 હજાર કેસ નોંધાયા હતા. ગઈકાલે કોરોનાથી 2795 લોકોના મોત થયા છે. જોકે બે લાખ 55 હજાર 287 લોકો ઠીક થયા છે.


દેશમાં કોરોનાની સ્થિતિ


કુલ કેસ - બે કરોડ 81 લાખ 75 હજાર 44


કુલ ડિસ્ચાર્જ - બે કરોડ 59 લાખ 47 હજાર 629


કુલ મોત - ત્રણ લાખ 31 હજાર 895


કુલ એક્ટિવ કેસ - 18 લાખ 95 હજાર 520


કુલ રસીકરણ - 21 કરોડ 60 લાખ 46 હજાર 638


ગઈકાલે 27 લાખ 80 હજાર 58 ડોઝ અપાયા


જણાવીએ કે દેશમાં વિતેલા 24 કલાકમાં કોરોના વાયરસથી 27 લાખ 80 હજાર 58 રસીના ડોઝ આપવામાં આવ્યા. ત્યાર બાદ કુલ રસીકરણના આંકડા હવે 21 કરોડ 60 લાખ 46 હજાર 638 થઈ ગયા છે. જ્યારે આઈસીએમઆરે કહ્યું કે, ભારતમાં ગઈકાલે કોરોના વાયરસના કુલ 34 કરોડ 67 લાખ 92 હજાર 257 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 19 લાખ 25 હજાર 374 સેમ્પલ ગઈકાલે ટેસ્ટ કરવામાં આવ્યા.


મહારાષ્ટ્રમાં 15077 નવા કેસ સામે આવ્યા


મહારાષ્ટ્રમાં વિતેલા 24 કલાકમાં કોરોના વાયરસ મહામારીના 15077 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 33000 લોકો ડિસ્ચાર્જ થયા અને 184 લોકોના મોત થયા છે. રાજ્યમાં અત્યારે કુલ કેસની સંખ્યા 57 લાખ 46 હજાર 892 થઈ ગઈ છે. જ્યારે હવે કુલ એક્ટવિ કેસની સંખ્યા 2 લાખ 53 હજાર 367 છે.


ગુજરાતમાં નવા 1681 કેસ


ગુજરાતમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1681 નવા કેસ નોંધાયા છે અને 18  દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9833  પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં ગઈકાલે 4,721 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.


રાજ્યમાં અત્યાર સુધી 7,66,991 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 32345 પર પહોંચ્યો છે. જેમાંથી 496 દર્દી વેન્ટિલેટર પર અને 31849 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.79  ટકા છે.