Coronavirus: કોરોનાવાયરસથી મૃત્યુ ફરી વધવા લાગ્યા છે. સંક્રમિત દર્દીઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. કોરોનાના કારણે રોજિંદા મૃત્યુના મામલે ભારત ફરીથી વિશ્વના ટોપ-20 દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે. સમગ્ર વિશ્વમાં સંક્રમણને કારણે અત્યાર સુધીમાં 62 લાખ 40 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમાંથી 5 લાખ 22 હજાર 149 લોકો ભારતના :s. અમેરિકામાં સૌથી વધુ 10 લાખથી વધુ મૃત્યુ થયા છે. આ પછી બ્રાઝિલમાં 6.62 લાખ દર્દીઓના મોત થયા છે. સંક્રમણને કારણે મૃત્યુના મામલામાં ભારત ત્રીજા ક્રમે છે.
કોરોનાના કારણે દરરોજ થતા મૃત્યુના મામલામાં ભારત હવે ટોપ-20 દેશોમાં સામેલ થઈ ગયું છે. મૃત્યુના આંકડા અનુસાર આ યાદી દરરોજ બદલાય છે. જોકે, ભારત આમાં 15માથી 17મા ક્રમે છે. શુક્રવારે દેશમાં ચેપના કારણે 33 લોકોના મોત નોંધાયા હતા. માહિતી અનુસાર, આમાં 31 મૃત્યુ કેરળના છે. કેરળ સરકારના જણાવ્યા અનુસાર આ તમામ મૃત્યુ જૂના છે. આ નવા આંકડાઓમાં સરળ રીતે ઉમેરવામાં આવ્યા છે.
મૃત્યુના આ આંકડાની દ્રષ્ટિએ ભારત 15માં નંબર પર છે. ગુરુવારે પણ ભારત 15માં સ્થાને હતું. ત્યારબાદ દેશમાં 54 લોકોએ જીવ ગુમાવ્યા. આ રીતે છેલ્લા એક સપ્તાહમાં એટલે કે 16 એપ્રિલથી 22 એપ્રિલની વચ્ચે 402 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે આ પહેલા 9 થી 15 એપ્રિલની વચ્ચે 91 લોકોના મોત થયા હતા.
છેલ્લા 10 દિવસમાં આ દેશોમાં સૌથી વધુ થયા મોત
કોરોનાના કારણે વિશ્વમાં છેલ્લા 10 દિવસમાં સૌથી વધુ મોત થવામાં અમેરિકા પ્રથમ ક્રમે છે. અહીં 2234 સંક્રમિતોના મોત થયા છે. જે બાદ બ્રિટનમાં 1860, રશિયામાં 1536, દક્ષિણ કોરિયામાં 1257, જર્મનીમાં 1165, ઈટાલીમાં 997, થાઇલેન્ડમાં 891, ફ્રાન્સમાં 884, બ્રાઝીલમાં 778 અને કેનેડામાં 465 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે.
ભારતમા 9 રાજ્યોના 36 જિલ્લામાં કોરોના પકડી રહ્યો છે સ્પીડ
દેશના 9 રાજ્યોના 36 જિલ્લામાં કોરોના ફરીથી સ્પીડ પકડી રહ્યો છે. આ જિલ્લામાં પોઝિટિવિટી રેટ પાંચ ટકાથી વધારે છે. જેમાં હરિયાણાના ગુરુગ્રામ અને ફરિદાબાદ, ઉત્તરપ્રદેશના નોયડા, મધ્યપ્રદેશના શ્યોપુર, દિલ્હીના સાઉથ, નોર્થ વેસ્ટ, વેસ્ટ, સેંટ્રલ, સાઉથ વેસ્ટ અને નવી દિલ્હી સામેલ છે. ગુરુગ્રામમાં પોઝિટિવિટી રેટ 12.55 ટકા, નોયડામાં 12.39 ટકા, શ્યોપુરમાં 22.22 ટકા છે. આ ઉપરાંત કેરળનો 14, મિઝોરમના 9 અને સિક્કિમના એક જિલ્લામાં પણ પોઝિટિવિટી રેટ પાંચ ટકાથી વધારે છે.