નવી દિલ્હીઃ કદાચ સાંભળવામાં વિચિત્ર લાગશે, પરંતુ એક ઘટના એવી ઘટી છે, જેમાં ભારતીયો માટે સારી છે. ખરેખરમાં પાડોશી દેશ માલદીવમાં હવે ભારત વિરોધી આંદોલન નહીં થાય, ભારત સામે વિરોધ કરવા પર માલદીવની સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે. ભારતના પોડોશી દેશ માલદીવમાં ભારત વિરોધી આંદોલનનો અંત આવ્યો છે, મહિનાઓથી ચાલી રહેલા ઇન્ડિયા આઉટ કેમ્પેઇન પર માલદીવ સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે. 


ભારત વિરુદ્ધના પ્રદર્શનને રાષ્ટ્રપતિએ કહ્યું કે, માલદીવની સુરક્ષા માટે આ પ્રકારનુ આંદોલન ખતરો માનવામાં આવશે અને આ પ્રકારના પ્રદર્શનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. માલદીવમાં છેલ્લા કેટલાક મહિનાઓથી 'ઈન્ડિયા આઉટ' અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. 


હિન્દ મહાસાગરમાં ભારત માટે સ્ટ્રેટેજિક રીતે ખાસ મનાતા દેશ માલદીવમાં ભારત વિરુદ્ધ વિરોધ પ્રદર્શન અને કોઈ પણ પ્રકારના કેમ્પેઇન ચલાવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. માલદીવ રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ મોહમ્મદ સોલીહે કહ્યું હતું કે જે કેમ્પેઇન ચાલી રહ્યા છે તે બંને દેશો વચ્ચેના સંબંધો ખરાબ કરી શકે છે અને ક્ષેત્રની શાંતિ અને સુરક્ષા જાળવવામાં વિક્ષેપ ઊભો કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, માલદીવમાં આવતા વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી આવી રહી છે. જેને ધ્યાનામાં રાખીને સરકારે મોટો નિર્ણય કર્યો છે. 


આ પણ વાંચો........... 


તાલિબાનો એક્શનમાં, અફઘાનિસ્તાનમાં ચીની એપ TikTok અને PUBG પર પ્રતિબંધ લગાવ્યો, આપ્યુ વિચિત્ર કારણ


ફિમેલ હેલ્થ વર્કરની 3137 જગ્યાઓ માટે રાજ્ય સરકારે ભરતી જાહેર કરી, જાણો વધુ વિગતો


90ના દાયકામાં ધમાલ મચાનારી આ પાંચ એક્ટ્રેસ આજે પણ છે એકદમ ફિટ, ઉંમર વધી પણ સુંદરતા નથી ઘટી, જાણો


આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની આગાહી, 44 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન


ખોડલધામના નરેશ પટેલની દિલ્હીમાં કૉંગ્રેસ હાઈકમાન્ડ સાથે બેઠક