નવી દિલ્હીઃ દેશમાં ફરી એકવાર કોરોના ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. લગભગ અઝી મહિના પછી 22 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા છે. તેમજ સતત આઠમા દિવસે 15 હજારથી વધુ કેસ આવ્યા હતા.


સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 22,854 કેસ નોંધાયા હતા. જ્યારે 126 લોકોના મોત થયા હતા અને 18,100 લોકો રિકવર થયા હતા. દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 1,12,85,561 પર પહોંચી છે. જ્યારે કુલ રિકવરીનો આંક 1,09,38,146 થયો છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 1,89,226 છે. જ્યારે કુલ મૃત્યુઆંક  1,58,189 થયો છે.


દેશમાં કોરોના રસી આપવા ઝુંબેશ 16 જાન્યુઆરીથી શરૂ થઈ હતી. 10 માર્ચ સુધીમાં, દેશભરમાં 2 કરોડ 56 લાખ 85 હજાર સ્વાસ્થ્ય  કર્મચારીઓ, વૃદ્ધો અને કોરોના વોરિયર્સને કોવિડ -19 રસી આપવામાં આવી છે. દેશમાં કોરોના મૃત્યુ દર 1.40 ટકા છે જ્યારે રિકવરી રેટ 97 ટકાની આસપાસ છે. એક્ટિવ 1.64 ટકા છે. કોરોના એક્ટિવ કેસમાં ભારત વિશ્વમાં 12 મા ક્રમે છે.



કોરોના કેસની સંખ્યાના સંદર્ભમાં ભારત વિશ્વનો બીજો સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. અમેરિકા પછી ભારતમાં દુનિયાના સૌથી વધુ કેસ  છે. અમેરિકા, બ્રાઝિલ અને મેક્સિકો પછી મૃત્યુદરમાં ભારતનો ચોથો નંબર છે.