નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશને સંબોધન કર્યુ હતું. જેમાં તેમણે દેશવાસીઓને સંબોધન કરતાં કહ્યું, કેટલાક ફેંસલાના કારણે દેશવાસીઓને તકલીફ ઉઠાવવી પડી રહી છે તેથી હું દેશવાસીઓની ક્ષમા માગુ છું.
તેમણે કહ્યું, કોરોના સામે જંગ લડી રહેલા આપણા જે સોલ્જર છે તેની પાસેથી આજે આપણે પ્રેરણા લેવાની જરૂર છે. ડોક્ટર, નર્સ, મેડિકલ સ્ટાફ પાસેથી આપણે શીખવાની જરૂર છે. કોરનાને હરાવનારા સાથીઓ પાસેથી આપણે પ્રેરણા લેવાની જરૂર છે.
કોરોના વાયરસ વ્યક્તિને મારવાની જિદ લઈને બેઠો છે. પરંતુ આ લોક ડાઉન તમને બચાવવા લગાવવામાં આવ્યો છે. કોવિડ-19 સામે લડાઈ કઠિન છે અને તેથી આ ફેંસલાની જરૂર હતી. ભારતના લોકોને સુરક્ષિત રાખવાની જરૂર હતી.
PMએ કહ્યું, આ લોકડાઉન તમને બચાવવા માટે છે. તમાર પરિવારને બચાવવા માટે છે. જે લોકો લોકડાઉનનું પાલન નથી કરતાં તેમને હું વિનંતી કરું છું કે જો તેઓ પાલન નહીં કરે તો આ બીમારીને કાબુમાં નહીં લઈ શકાય. લોકડાઉનનું ઉલ્લંઘન કરનારા લોકો તેમની જિંદગી સાથે ચેડા કરી રહ્યા છે.
કોરોનાથી ઠીક થયેલા રામગપ્પા તેજાનો અનુભવ વર્ણવતા કહ્યું, હું કામથી દુબઈ ગયો હતો, જે બાદ કોરોનાથી પીડિત થયો. શરૂઆતમાં હું ડરી ગયો હતો પરંતુ ડોક્ટરો અને નર્સોએ મારો ઉત્સાહ વધાર્યો.
મન કી બાતમાં મોદીએ કહ્યું, Lockdownથી થયેલી પરેશાની માટે માફી માંગુ છું, પરંતુ જરૂરી હતું
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Mar 2020 11:25 AM (IST)
દેશવાસીઓને સંબોધન કરતાં કહ્યું, કેટલાક ફેંસલાના કારણે દેશવાસીઓને તકલીફ ઉઠાવવી પડી રહી છે તેથી હું દેશવાસીઓની ક્ષમા માગુ છું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -