Coronavirus: દુનિયાના દેશોની સાથે સાથે હવે ભારતમાં પણ કોરોનાના કેસો વધી રહ્યાં છે, આને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર સતર્ક થઇ ચૂકી છે, અને હવે રાજ્ય સરકારોએ પણ આ મામલે મોટા પગલા ભરવાનુ શરૂ કરી દીધુ છે. આ કડીમાં હવે કર્ણાટકની રાજ્ય સરકારે નવી કોરોના ગાઇડલાઇન જાહેર કરીને તમામને સતર્ક રહેવા અપીલ કરી છે.


આ નવી ગાઇડલાઇન પ્રમાણે કર્ણાટકમાં હવે વિદેશથી આવાનારા યાત્રીઓ માટે સાત દિવસ માટે ક્વૉરન્ટાઇન રહેવુ ફરજિયાત કરી દેવામા આવ્યુ છે. કર્ણાટકની બવસરાઇ બમ્મઇ સરકારે શનિવારે આ મામલે ખાસ ડિસીઝન લીધુ છે. વિદેશી યાત્રીઓ માટે હવે કર્ણાટકમાં સાત દિવસ માટે હૉમ ક્વૉન્ટાઇન રહેવુ ફરજિયાત કરી દેવામાં આવ્યુ છે.  


ગાઇડ લાઇનમાં કહેવામાં આવ્યુ છે કે, જો ચીન, જાપાન, હોંગકોંગ, થાઇલેન્ડ, દક્ષિણ કોરિયા અને સિંગાપુરમાંથી આવાનારા કોઇપણ વિદેશી યાત્રીમાં તાવ, ખાંસી, શરદી, શરીરમાં દુઃખાવો, માથાનો દુઃખાવો, સ્વાદ, ગંધની કમી, અને શ્વાસ લેવામાં તકલીફ હોય તો, કે કોરોનાના લક્ષણો છે, તો તેમને તરતજ આઇસૉલેટ કરી દેવામાં આવશે, આ પછી તેને સાત દિવસ માટે નજર હેઠળ રાખવામાં આવશે. 






સરકારે કહ્યું કે, સંક્રમિત લોકોની સારવાર પ્રૉટોકોલ પ્રમાણે કરવામાં આવશે, ગાઇડલાઇન અનુસાર દરેક યાત્રીને આરટી-પીસીઆરની નેગેટિવ રિપોર્ટ બતાવ્યા બાદ જ એરપોર્ટ પરથી બહાર જવાની અનુમતી મળશે.


 


Coronavirus:  XBB.1.5 વેરિઅન્ટ શું છે?


ભારતમાં ઓગસ્ટમાં XBBની સૌ પહેલીવાર ઓળખ થઈ હતી. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના વાઈરોલોજિસ્ટ એન્ડ્રુ પેકોઝના જણાવ્યા અનુસાર, XBB.1.5 વેરિઅન્ટમાં વધારાનું પરિવર્તન છે જે તેને શરીરના કોષો સાથે વધુ સારી રીતે જોડવામાં સક્ષમ બનાવે છે. જીવિત રહેવા માટે વાયરસને શરીરના કોષો સાથે ચુસ્તપણે બાંધવાની જરૂર રહે છે. આમ કરવાથી તે સરળતાથી જીવત રહી શકે છે અને અંદર જઈને ચેપ ફેલાવે છે.


રોગચાળાના નિષ્ણાત એરિક ફીગલ-ડિંગના જણાવ્યા અનુસાર, આ નવે વેરિએન્ટ BQ અને XBB કરતાં શરીરની રોગપ્રતિકારક શક્તિ સામે લડવામાં વધુ સારી રીતે સક્ષમ છે. નવા વેરિઅન્ટ BQ અને XBBની સરખામણીમાં આ વેરિઅન્ટનો ચેપ ફેલાવાનો દર ઘણો વધારે રહે છે.


XXB.1.5 અન્ય વેરિએન્ટથી કેવી રીતે અલગ?


નિષ્ણાતોના મતે, આ વેરિઅન્ટ સહેલાઈથી ઈમ્યુનિટી સામે લડીને બચીને બહાર નિકળતા વેરિએન્ટમાંનું એક છે. તે માનવ શરીરની કોશિકાઓમાં આસાનીથી પ્રવેશ કરે છે અને તેમના પર હુમલો કરે છે અને ચેપ લગાડે છે. તે જૂના XBB અથવા BQ વેરિઅન્ટ્સ કરતાં ઘણી ઝડપથી ફેલાઈ શકે છે. જો કોઈ તેની ઝપટમાં આવે તો તેને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે છે.