કોરોનાવાયરસ: આંકડા અનુસાર, છેલ્લા 14 દિવસમાં કેરળમાં દર 100 કોરોના ટેસ્ટમાં 16 પોઝિટિવ મળી આવ્યા છે. એટલે કે, મહિનાઓ પછી પણ રાજ્યમાં પરિસ્થિતિમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી.


કોરોનાવાયરસ: દક્ષિણના રાજ્ય કેરળમાં દેશના અન્ય ભાગોની સરખામણીમાં કોરોના વાયરસના મહત્તમ નવા કેસ નોંધાઈ રહ્યા છે. કેરળના વધતા પોઝિવિટી દરએ રાજ્ય અને કેન્દ્ર સરકારને ચિંતામાં મૂકી દીધાં છે. અત્યારે દેશમાં કોરોનાના નવા કેસોમાં કેરળનો હિસ્સો લગભગ 60 ટકા છે. પૂર્વોત્તર રાજ્ય મિઝોરમનો પણ આવી જ સ્થિતિ છે. અહીં પણ પોઝિટિવીટી રેટનો દર ઉંચો છે.


આંકડા અનુસાર, છેલ્લા 14 દિવસમાં કેરળમાં દર 100 કોરોના ટેસ્ટમાં 16 પોઝિટિવ મળી આવે છે. એટલે કે, મહિનાઓ પછી પણ રાજ્યમાં પરિસ્થિતિમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી, મિઝોરમનો પોઝિટિવીટ રેટ 17%થી વધુ છે, ત્યારબાદ સિક્કિમ, મણિપુર અને મેઘાલય છે. જ્યાં પોઝિટિવિટી રેટ  5 થી 8 ટકા છે. આ રાજ્યોમાં લોકડાઉન લાગૂ કરવું  અથવા કન્ટેનમેન્ટ ઝોન બનાવવા એ હવે  સમયની માંગણી છે.


આંકડા મુજબ 16 થી 29 સપ્ટેમ્બર વચ્ચે દેશનો પોઝિટિવિટી દર બે ટકાથી ઓછો રહ્યો છે. બિહાર, યુપી, દિલ્હી, હરિયાણા અને ગુજરાત એવા રાજ્યોમાં સામેલ છે જે હાલમાં ઇન્ફેકશનની તપાસ કરી રહ્યા છે. આ રાજ્યોમાં 100 પરીક્ષણો દીઠ પુષ્ટિ થયેલા કેસોની કુલ સંખ્યા ઘટીને 0.006%થઈ છે.


ગોવા, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ અને અન્ય અડધા ડઝન રાજ્યોએ મેના પ્રથમ પખવાડિયામાં 42 ટકા સુધીનો પોઝિટિવિટી દર જોયો હતો. ગોવામાં સૌથી વધુ 42 ટકા, કર્ણાટક અને પશ્ચિમ બંગાળમાં અનુક્રમે 31 ટકા અને 30 ટકા હતા. કેરળમાં તે 27% રહ્યો.


1.4 લાખ સક્રિય કેસની સાથે કેરળ ટોપ પર છે


મહારાષ્ટ્રમાં 36000થી વધુ


તમિલનાડુમાં 17,200થી વધુ


મિઝોરમાં 16,015થી વધુ


કર્ણાટકમાં 12,500થી વધુ


આંધ્રપ્રદેશમાં 11,700થી વધુ સક્રિય કેસ છે.


પાંચ અન્યમાં વર્તમાનમાં 1,000થી 7,000ની વચ્ચે સક્રિય કેસ છે. કેરળને છોડીને 4 અન્ય પર્યટન સ્થળો હિમાચલ પ્રદેશ,ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર અને ગોવાએ કોરોના પર કોરોના પર કાબૂ મેળવવામાં સફળતા મેળવી છે.


કેરળમાં 13, 834 નવા કેસ નોંધાયા તો 95ના મોત


કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13,834 નવા કેસ આવવાથી કોરોના વાયરસથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 46,94,719 થઈ ગઈ છે. આ સિવાય રાજ્યમાં વધુ 95 દર્દીઓના મોત બાદ મૃત્યુઆંક 25,182 પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોના વાયરસની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 1,42,499 છે, જેમાંથી માત્ર 11.5 ટકા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે.