નવી દિલ્હીઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 152મી જયંતીના અવસર પર આજે પ્રધાનમંત્રી મોદીએ રાજઘાટ પર જઈને શ્રદ્ધાંજલિ આપી.. આ પહેલા પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું, મહાત્મા ગાંધીનું જીવન દરેક પેઢીને પ્રેરિત કરશે. પીએમ મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને પણ તેમની જયંતી પર નમન કર્યું.


પીએમ મોદીએ કહ્યું, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની જન્મ જયંતી પર વિનમ્ર શ્રદ્ધાંજલી. પૂજ્યું બાપુનું જીવન અને આદર્શ દરેક પેઢીને કર્તવ્ય પથ પર ચાલવા માટે પ્રેરિત કરશે.






રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલી આપી હતી.






ગાંધી જયંતીના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરના કીર્તિ મંદિર ખાતે આયોજિત પ્રાર્થના સભામાં સહભાગી થયા હતા તથા પૂજ્ય બાપુને ભાવસભર સત્ય અને અહિંસાના પૂજારી એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ૧૫૨ માં જન્મદિવસ પર તેઓની દિવ્યચેતનાને નતમસ્તક વંદન કરું છું.આપણે સૌ પૂજ્ય બાપુના સત્ય અને અહિંસા જેવા સદ્દગુણોને જીવનમાં અનુસરીએ એ જ સાચી શ્રદ્ધાંજલિ.