કેરળ પોલીસે લોકોને કોરોના પ્રત્યે જાગૃત કરવા માટે નવી રીત શોધી કાઢી છે. કેરળ પોલીસે લોકોને કોરોનાથી બચવાનો ઉપાય બતાવવા માટે ડાંસનો સહારો લીધો હતો. જેને કેરળ સ્ટેટ પોલીસ મીડિયા સેન્ટર તરફથી ફેસબુક પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો દ્વારા કેરળ પોલીસે લોકોને સંદેશો આપ્યો છે કે ગભરાવાની જરૂર નથી. કોરોનાથી બચવા માટે સાવધાની જરૂરી છે.
આ વીડિયોને આઠ લાખથી વધારે વ્યૂઝ મળ્યા છે. હજારો લોકો તેના પર કમેન્ટ કરી ચુક્યા છે. વીડિયો જોઈ લોકોએ ક્યા બાત હૈ તેવી કમેન્ટ પણ કરી હતી.
કોરોના વાયરસને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે 8.00 કલાકે દેશને સંબોધન કરશે. જેમાં તેઓ જીવલેણ વાયરસને ખતમ કરવાની કોશિશો પર ચર્ચા કરશે.
કોરોના વાયરસથી વિશ્વભરમાં બે લાખથી વધારે લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. આ બીમારીનો પ્રકોપ ડિસેમ્બરમાં ચીનથી શરૂ થયો હતો. અત્યાર સુધીમાં 2,00,680 લોકોને ચેપ લાગ્યો છે અને 8000થી વધારે લોકોના મોત થઈ ચુક્યા છે.