ભારતમાં પણ બ્રિટેન અને અમેરિકા સાથે લીગમાં જોડાઈ ગયું છે અને પ્રથમ સ્વદેશી રસીને મંજૂરી આપી દીધી છે. સાથે જ ભારતમાં જ સીરમ ઇન્સ્ટિટ્યૂટની આગેવાનીમાં બનેલ કોવિશીલ્ડને પણ ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઈ છે. હવે 2021ની આ ખુશખબર સાથે ઉભા થઈ રહેલ 21 સવાલોના જવાબ અમે તમને અહીં જણાવીએ છીએ.


સવાલ 1

કોરોનાની આ બે રસી કેટલી કારગરે છે?

જવાબ

70 ટકાથી વધારે કારગર

સવાલ 2

શું રસીની કોઈ સાઈડ ઇફેક્ટ છે?

જવાબ

ના, અત્યાર સુધી ઉંદરડાથી લઈને વાંદરા અને ચિંપાજી જેવા પ્રાઈમેટ્સ અને લોકો પર કરવામાં આવેલ ટ્રાયલમાં કોઈ સાઈડ ઇફેક્ટ જોવા નથી મળી

સવાલ 3

રસીની અસર કેટલા દિવસ સુધી?

જવાબ

સ્પષ્ટ નથી, અલગ અલગ કંપનીઓના અલગ અલગ દાવા છે.

સવાલ 4

રસીના કેટલા ડોઝ જરૂરી?

જવાબ

2 ડોઝથી લઈને 3 ડોઝ સુધી

સવાલ 5

બે રસી વચ્ચે સમયગાળો કેટલો?

જવાબ

બેથી ત્રણ સપ્તાહ સુધી

સવાલ 6

હા, પૂરી ઇમ્યૂનિટી ડોઝ પૂરા થવા પર જ મળશે. હાલમાં જ હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રીને વેક્સીન ટ્રાયલના પ્રથમ ડોઝ લગાવવામાં આવ્યો હતં પરંતુ તેમ છતાં તેમને બીજો ડોઝ લાગે તે પહેલા જ કોરોનાનો ચેપ લાગ્યો હતો.

જવાબ

હા, પૂરી ઇમ્યૂનિટી ડોઝ પૂરા થવા પર જ મળશે.

સવાલ 7

રસીની કિંમત કેટલી?

જવાબ

કોવેક્સી 100 પ્રતિ ડોઝ
કોવિશિલ્ડ 1000 પ્રતિ ડોઝ

સવાલ 8

શું રસી ફ્રીમાં મળશે?

જવાબ

ડોક્ટર સહિત 3 કરોડ ફ્રન્ટલાઇન વર્કરને ફ્રીમાં મળશે. સામાન્ય લોકો માટે વલણ હજુ સ્પષ્ટ નથી.

સવાલ 9

શરુમાં કેટલા લોકોને રસી લગાવવામાં આવશે?

જવાબ

3 કરોડ ફ્રન્ટ લાઈન વર્કર
27 કરોડ વૃદ્ધ અને બિમાર

સવાલ 10

રસીકરણમાં બાળકોનું શું થશે?

જવાબ

બાળકો માટે રસી નથી, ટ્રાયલ માત્ર 16 વર્ષની ઉપરના પર થયું

સવાલ 11

ગર્ભવતી મહિલાઓને રસીકરણ સંભવ?

જવાબ

કંપનીઓએ કોઈ દાવો નથી કર્યો.

સવાલ 12

જેને કોરોનાને ચેપ લાગ્યો છે તેને રસી ક્યારે?

જવાબ

જેમને કોઈ ગંભીર બીમારી છે તેને તરત જ રસી મળશે. જૂના પરંતુ સ્વસ્થ્ય કોરોના પોઝિટિવને છેલ્લે મળશે.

સવાલ 13

શું દેશી અને વિદેશી રસીમાં તફાવત છે?

જવાબ

ટેક્નીકનો ફેર છે, એસર લગભગ એક જેવી જ છે.

સવાલ 14

રસી બાદ સાવધાની રાખી જરૂરી?

જવાબ

માસ્ક, સેનેટાઈઝ, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું પડશે

સવાલ 15

નવા સ્ટ્રેન પર રસી કેટલી કારગર

મોડર્નાનું નિવેદન

અત્યાર સુધી ઉપલબ્ધ જાણકારી પ્રમાણે મોડર્નાની રસી નવા સ્ટ્રેન પર પૂરી રીતે કારગર છે. અમે હજુ પણ આગળ તપાસ કરી રહ્યા છીએ.

જવાબ

મોડર્નાનો દાવો પૂરી રીતે કારગર

સવાલ 16

શું ખાવા પીવામાં સાવચેતી જરૂરી છે

જવાબ

દારૂ છોડીને કોઈ સાવચેતી નહીં

સ્પૂતનિક 5 રસી લીધાના બે સપ્તાહ પહેલા જ રસી લેવાના 42 દિવસ બાદ સુધી દાર ન પીવો. કંપનીનો દાવો છે કે, દારૂ પીવાથી ઇમ્યૂનિટી ઘટે છે માટે સેવન ન કરવું જોઈએ.

સવાલ 17

ભારતમાં રસીકરણની વ્યવસ્થા કેવી?

જવાબ

તૈયારી પૂરી, ડ્રાય રન ચાલુ

સવાલ 18

ભારતમાં સંપૂર્ણ રસીકરણમાં કેટલો સમય લાગશે?

જવાબ

રસીકરણ શરૂ થયાના બેથી ત્રણ વર્ષ સુધીમાં

સવાલ 19

રસીકરણ શરૂ થયા બાદ સંક્રમ ઘટશે?

જવાબ

જેટલા લોકોને રસીકરણ એટલા કેસ ઓછા આવશે

સવાલ 20

શું દર વર્ષે રસી લગાવવી પડશે?

જવાબ

ઇમ્યુનિટીનો ડેટા આવવા પર સ્પષ્ટ થશે

સવાલ 21

શું કોરોના રસીથી નપુંષકતા શક્ય છે

જવાબ

બિલકુલ નહીં, પૂરી રીતે નિરાધાર દાવો છે