અલ્કા લાંબાએ અપ્રત્યક્ષ રીતે પીએમ મોદીને ચેલેન્જ આપી દીધી, કોંગ્રેસ નેતા અલ્કા લાંબાએ આને લઇને ટ્વીટર મારફતે પીએમ મોદીને ચેલેન્જ આપતા લખ્યું-- વડાપ્રધાન મોદીજી જલ્દી @DBTIndia ની પહેલી #CovidVaccine લગાવીને વેક્સિનને લઇને દેશભરમાં ઉઠી રહેલા તમામ સવાલો પર હંમેશા માટે પૂર્ણ વિરામ લગાવી દેશે... ત્રીજુ ટ્રાયલ પછી થતુ રહેશે.... કેમ ઠીક કહ્યું ને?
ભારતમાં કોરોનાની રસીને લઈ ડીજીસીઆઈએ રવિવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં બે રસીને મંજૂરી આપવામાં આવી હતી. ભારત બાયોટેકની કોવેક્સિન અને સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ રસીને ડીજીસીઆઈએ મંજૂરી આપી હતી. દેશમાં ટૂંક સમયમાંં રસી આપવાની શરૂઆત થશે.
સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (સીડીએસસીઓ)ની એક્સપર્ટ પેનલે DGCI પાસે ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડ અને સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોરોના વેક્સિનને મંજૂરી આપવાની ભલામણ કરી હતી. DGCIએ જણાવ્યું કે, બંને વેક્સિન સુરક્ષિત છે અને તેનો ઉપયોગ ઈમરજન્સીની સ્થિતિમાં કરી શકાશે. બંને વેક્સિન બે બે ડોઝ ઈન્જેક્શનના રૂપમાં અપાશે. આ બંને વેક્સિન 2 થી 8 ડિગ્રી તાપમાનમાં સુરક્ષિત રાખી શકાશે. શનિવારે કોરોનાની સૌપ્રથમ સ્વદેશી રસી ભારત બાયોટેકની કોવાક્સિનને ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી હતી.