વેક્સિન કેટલી સુરક્ષિત છે ?
તેના જવાબમાં અદાર પૂનાવાલાએ કહ્યું કે તેના 50 મિલિયન ડોઝ તૈયાર છે. ઓક્સફોર્ડના સૌથી હોંશિયાર વૈજ્ઞાનિકોએ આ વેક્સિનને બનાવી છે. તમામ તપાસ બાદ અમને ડેટા મળ્યો છે. ડીસીજીઆઈએ ખૂબ જ એનાલિસિસ કર્યું છે. યૂકેની સરકારે પણ મંજૂરી આપી છે. જેટલી સેફ્ટી બની શકે એટલું અમે કર્યું છે.
વેક્સિનના સાઈફ ઈફેક્ટ શું છે ?
અદાર પૂનાવાલાએ કહ્યું કે થોડા ઘણા સાઈડ ઈફેક્ટ નોર્મલ છે. સમાન્ય માથું દુખવું, સામન્ય તાવ એક બે દિવસ માટે હોય છે. આ પેરાસિટામોલની ગોળી લેવાથી બરાબર થઈ જશે. આમાં કોઈ ઘબરાવાની જરૂર નથી. આટલી મોટી સંખ્યમાં લોકો આટલા ઓછા સમયમાં વેક્સિન લેશે તો કંઈપણ રિએક્શન હોઈ શકે છે, આ નોર્મલ છે.
પ્રથમ ડોઝ લીધા બાદ કઈ રીતની સાવધાની રાખવી પડશે ?
આ સવાલનો જવાબ આપતા અદાર પૂનાવાલાએ કહ્યું, પ્રથમ ડોઝ કરતા પણ સારૂ પ્રોટેક્શનના બાદ... પરંતુ બે મહિના બાદ પણ જ્યારે કોર્ટ પૂરો થઈ જશે તો પણ માસ્ક પહેરવું જરૂરી છે. વેક્સિન લીધા બાદ પણ ઈનફેક્ટ થઈ શકે છે અને બીજાને પણ કરી શકે છે, અમે ઘણા એવા કેસ જોયા છે. વેક્સિન લીધા પછી તમે સુરક્ષિત રહેશો પરંતુ તેનો મતલવ એવો નથી કે આ બુલેટપ્રૂફ છે. તેના માટે માસ્ક પહેરવું અને સાવધાની રાખવી જરૂરી છે.
ઓપન માર્કેટમાં રસી ક્યારે આવશે
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યું કે, હાલમાં લોકોને રસી બજારમાં નહીં મળે. અદાર પૂનાવાલાએ કહ્યું કે, હાલમાં કોવિશીલ્ડને માત્ર ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળે માટે તેને ઓપન માર્કેટમાં વેચી ન શકાય. રસીને ઓપન માર્કેટમાં ત્યારે જ ઉપલબ્ધ કરાવી શકાય જ્યારે તેને ફુલ લાઈસન્સ મળી જાય. હાલમાં કોવિશીલ્ડને ઇમરજન્સી યૂઝની જ મંજૂરી મળી માટે તે બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ નહીં હોય.