નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના વાયરસ વિરુદ્ધ ચાલુ થયેલા રસીકરણ વચ્ચે કોરોનાનો ખતર ઓછો નથી થઇ રહ્યો. દેશમાં છેલ્લા 24 કલાકમાં 11,427 નવા દર્દીઓ નોંધાતા હાહાકાર મચી ગયો છે. ફરી એકવાર કોરોનાના કેસ વધતા તંત્ર એલર્ટ થઇ ગયુ છે. વળી, 118 લોકો કોરોનાના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે. જોકે, નવા દર્દીઓની સંખ્યા કાલ આવેલા કેસોથી 12% ઓછી છે.


છેલ્લા 24 કલાકમાં 11,858 લોકોને હૉસ્પીટલમાંથી રજા મળી છે. દેશમાં હવે કોરોનાના કુલ કેસો વધીને 1,07,57,610 થઇ ગયા છે. આમાં 1,68,235નો હજુ ઇલાજ ચાલી રહ્યો છે. કોરોનાએ અત્યાર સુધી દેશમાં 1,54,392 લોકોનો જીવ લઇ લીધો છે. વળી 1,04,34,983 લોકો કોરોનાને માત આપીને સજા થઇ ચૂક્યા છે.



ખાસ વાત છે કે મધ્યપ્રદેશમાં કોરોના વાયરસ સંક્રમણના 226 કેસો સામે આવ્યા છે, ત્રણ લોકોના મોત થઇ ચૂક્યા છે.

મધ્યપ્રદેશમાં રવિવારે કોરોના વાયરસ સંક્રમણના 226 નવા કેસો સામે આવ્યા અને આની સાથે જ રાજ્યમાં આ વાયરસથી અત્યાર સુધી સંક્રમિત થયેલા લોકોથી વધુ ત્રણ વ્યક્તિઓના મોત થયા હોવાની પુષ્ટી થઇ છે. જેમા મરનારાઓની સંખ્યા 3810 થઇ ગઇ છે. મધ્યપ્રદેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં કોરોના વાયરસથી ભોપાલ, ગ્લાલિયર અને દમોહમાં એક-એક દર્દીઓના મોતની પુષ્ટી થઇ છે.