નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. આ મહામારીને જોતા યૂપી, દિલ્હી, ગુજરાત સહિત અનેક રાજ્ય સરકારોએ પોતાને ત્યાં હોટસ્પોટ વિસ્તારને સીલ કરી દીધા છે. એક બાજુ દિલ્હીની સરકારે 20 હોટસ્પોટ સીલ કર્યા છે તો યૂપીની યોગી સરકારે 15 જિલ્લા હોટસ્પોટ વિસ્તારને સીલ કરવાનો નિર્ણય કર્યો છે.

એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે દેશના અનેક હિસ્સામાં આવનારા કેટલાક સમયમાં આવી જ રીતે બીજા અનેક હોટસ્પોટ વિસ્તાર સીલ કરવામાં આવી શકે છે. આવો જાણીએ કે શું હોય છે હોટસ્પોટ, એ કેવી રીતે સીલ કરવામાં આવે છે અને સીલ કર્યા બાદ એ વિસ્તારમાં રહેનારા લોકો શું કરી શકે છે અને શું નહીં.

હોટસ્પોટ શું છે?

કોરોનાવાઈરસના સમયમાં એ વિસ્તાર જ્યાં ઘણાં પોઝિટિવ દર્દી મળી આવ્યો હોય અને આગળ જતા પણ આ વિસ્તારમાં ચેપ ફેલાવવાની શક્યતા હોય તેને હોટસ્પોટ કહેવામાં આવે છે.

કઈ રીતે કરવામાં આવે છે સીલ

જે વિસ્તારને હોટસ્પોટ જાહેર કરવામાં આવે છે ત્યાં લોકડાઉનનું 100 ટકા પાલન કરવામાં આવે છે અને તેને જ સીલ કહેવામાં આવે છે. આ દરમિયાન વિસ્તારમાં કોઈપણ દુકાન ખોલી નહીં શકાય. વિસ્તારમાં અવર જવર પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોય છે. લોકોને બહાર ક્યાંય પણ જવાની મંજૂરી નહીં હોય. હોટસ્પોટ માટે વિશેષ પાસ ઈસ્યુ કરવામાં આવે છે.

શું કરી શકાય અને શું નહિ?

લોકડાઉન દરમિયાન જે વિસ્તારને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા હોય ત્યાં બહાર નીકળાની સદંતર મનાઈ હોય છે પરંતુ વિસ્તારને સીલ કર્યા બાદ આ નિયમને વધારે કડકાઈનથી અમલ કરવામાં આવે છે. લોકોને કોઈ પણ જગ્યાએ જવાની પરવાનગી હોતી નથી.

કોણ જઈ શકે છે

હોટસ્પોટ વિસ્તારમાં માત્ર એવા લોકોને જ જવાની પરવાનગી હોય છે જેમની પાસે પાસ હોય છે. આ સિવાય એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડને પણ હોટસ્પોટમાં એન્ટ્રી માટે છુટ હોય છે. હોટસ્પોટમાં મીડિયાના જવા પર પણ પ્રતિબંધ હોય છે.

જરૂરી સામાન જ ઉપલબ્ધ થશે

સીલ દરમિયાન લોકોને જરૂરી સામાન માત્ર હોમ ડિલીવરી દ્વારા આપવામાં આવશે. પ્રશાસન દ્વારા ફળ, શાકભાજી, દવા, રેશન વગેરેને હોમ ડિલીવરીના માધ્યમથી દરેક ઘરમાં પહોંચાડવામાં આવશે. ઘરે-ઘરે જઈને તપાસ કરવામાં આવશે કે કોઈ પણ વ્યક્તિમાં કોરોનાના સંક્રમણના લક્ષણ તો નથીને અથવા તો વ્યક્તિ કોવિડ પોઝિટિવ દર્દીના સંપર્કમાં તો આવ્યો નથીને.