મહારાષ્ટ્ર સરકારે કોરોના વાયરસ સામે લડવા માટે ત્રણ ઝોન બનાવ્યા છે. રાજ્ય સરકારે રેડ ઝોનમાં 15થી વધુ દર્દીઓવાળા જિલ્લાઓને રાખ્યા છે. આનાથી ઓછા લોકો ઓરેન્જ ઝોનમાં મૂકવામાં આવે છે અને જ્યાં એક પણ દર્દી નથી તેને ગ્રીન ઝોનમાં રાખવામાં આવશે. માનવામાં આવે છે કે આના આધારે આગામી લોકડાઉન માટે એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું લોકડાઉનનો કડક અમલ કરાશે. કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે રાજ્યને ત્રણ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. દરમિયાન, દક્ષિણ મુંબઈની હોટલ તાજ મહલ પેલેસના 6 કર્મચારીઓને કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મુંબઈમાં કોરોના વાયરસ સામે લડી રહેલા આરોગ્ય કર્મચારીઓ અને ડોકટરોને હોટલમાં રાખવામાં આવ્યા છે. તેમણે પોતાના 500 કર્મચારીઓની તપાસ કરાવી છે. જેમાંથી શનિવારે સ્ટાફના 6 જણાને સંક્ર્મણ થયું હોવાની વાત સામે આવી હતી.