અંગડીએ ટ્વીટ કરીને કહ્યું કે, “આજે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં હું સ્વસ્થ છું. ડૉક્ટરની સલાહ લીધી છે. છેલ્લા કેટલાક દિવસથી મારા સંપર્કમાં જે લોકો આવ્યા છે તેઓ પોતાના સ્વાસ્થ્યની દેખભાળ રાખે અને કોઈ લક્ષણ દેખાઈ તો ટેસ્ટ કરાવે. ”
આ પહેલા કેન્દ્રીય મંત્રી અમિત શાહ કોરોના સંક્રમિત થયા હતા. જ્યારે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા પણ કોરોના સંક્રમિત થયા હતા. યૂપીમાં યોગી આદિત્યનાથ સરકારના મંત્રી જય કુમાર સિંહ જૈકી કોરોના સંક્રમિત થયા છે. યૂપીમાં કોરોનાથી સંક્રમિત થનાર તે 19માં મંત્રી છે. યોગી આદિત્યનાથ સકકારમાં હોમગાર્ડ મંત્રી ચેતન ચૌહાણ અને ટેક્નિકલ એજ્યુકેશન મિનિસ્ટર કમલ રાની વરૂણનું મોત કોરોનાને કારણએ થયું છે.