રામદાસ અઠાવલેએ કહ્યુ- કંગના સાથે અન્યાય થયો, BMCની કાર્યવાહીથી મુંબઇની બદનામી થઇ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Sep 2020 10:49 PM (IST)
કેન્દ્રિય મંત્રી અને આરપીઆઇ અધ્યક્ષ રામદાસ અછાવલેએ આજે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી હતી.
NEXT
PREV
મુંબઇઃ કેન્દ્રિય મંત્રી અને આરપીઆઇ અધ્યક્ષ રામદાસ અછાવલેએ આજે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી હતી. અઠાવલેએ રાજ્યપાલ સમક્ષ બીએમસી દ્ધારા કંગનાની ઓફિસમાં કરવામાં આવેલી કાર્યવાહીનો મુદ્દો ઉઠાવ્યો અને કંગનાને વળતર આપવાની માંગ કરી હતી.
એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં રામદાસ અઠાવલેએ કહ્યું કે, કંગના સાથે ખૂબ અન્યાય થયો છે. તે એક મોટી એક્ટ્રેસ છે. મુંબઇમાં 16 વર્ષથી રહે છે. નોંધનીય છે કે ગુરુવારે અઠાવલેએ કંગના સાથે મુલાકાત કરી હતી.
અઠાવલેએ કહ્યું હતું કે, કંગનાએ મને જણાવ્યું કે, તેણે જે કાંઇ કમાણી કરી હતી તે તમામ ઓફિસમાં લગાવી હતી. બીએમસીએ જાણીજોઇને તેની સાથે બદલો લેવા માટે તેની ઓફિસ પર બુલડોઝર ફેરવ્યું હતું.
અઠાવલેએ કહ્યું કે, બીએમસીની આ કાર્યવાહીથી મુંબઇની બદનામી થઇ છે. મેં આજે રાજ્યપાલજીની મુલાકાત કરી હતી અને માંગ કરી હતી કે કંગનાને ન્યાય મળે અને તેને વળતર આપવામાં આવે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -