coronavirus: મહારાષ્ટ્ર, આસામ, બંગાળ સહિત 8 રાજ્યોમાં કોરોનાની રફતાર ઓછું થવાના હજું સંકેત નથી મળી રહ્યાં. જાણીએ ક્યાં રાજ્યોમાં સ્થિતિ હજું ચિંતાજનક છે. દરરોજ કેટલા કેસ નોંધાઇ રહ્યાં છે. 


દેશમાં કોરોના વાયરસની બીજી લહેર હવે ઓછી થઇ રહી છે. જો કે હજું પણ દેશમાં એવા અનેક રાજ્યો છે. જ્યાં નોંધાતા કેસમાં કમી નથી જોવા મળી રહી. મહારાષ્ટ્ર, કર્ણાટક, આસામ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળ સહિત 8 રાજયોમાં કોરોનાની રફતાર ઓછી થવાનું નામ નથી લેતો. જાણીએ આ રાજ્યોમાં કોરોનાની શું છે સ્થિતિ, દરરોજ કેટલા કેસ આવે છે સામે.


મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં કોરોનાના 6740  નવા કેસ આવવાથી સંક્રમિતોની સંખ્યા 61,04,917 થઇ ગઇ છે. જ્યારે 51 વધુ દર્દીઓના મોત થઇ જતાં મૃતકોની સંખ્યા 1,23,136 થઇ ગઇ છે. રાજ્યોમાં 24 કલાકમાં  13,027 લોકોને રિકવર થયા. અત્યાર સુધીમાં 58,61,720  લોકો સાજા થયા છે. 


આસામ 
આસામમાં છેલ્લા 24 કલાકમાં 2,640 નવા કેસ નોંધાયા છે. તો , 2,521 લોકોને રજા આપવામાં આવી. ગઈકાલે રાજ્યમાં 31 લોકોનાં મોત નિપજ્યાં છે. હાલમાં, અહીં સક્રિય કેસની સંખ્યા 22,243 છે. તો  કુલ રિકવર 4,91,561 થયા. અત્યાર સુધીમાં 4,683 લોકોનાં મોત થયાં છે.


પશ્ચિમ બંગાળ


પશ્ચિમ બંગાળમાં કોરોનાના 885 નવા કેસ નોંધાયા બાદ સોમવારે સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 15,06,279 થઈ ગઈ. છેલ્લા કેટલાક મહિનામાં સંક્રમિતોની આ સૌથી ઓછી સંખ્યા છે. આ ઉપરાંત વધુ 18 દર્દીઓના મોત સાથે, મૃતકોની કુલ સંખ્યા 17,817 પર પહોંચી ગઈ છે. રાજ્યમાં 17,950 લોકો સારવાર હેઠળ છે.


મિઝોરમ 


છેલ્લા 24 કલાકમાં, મિઝોરમમાં કોરોના વાયરસના 520 નવા કેસ નોંધાયા છે.  પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 21,854 છે, જેમાં 3,730 સક્રિય કેસ, 18,026 ડિસ્ચાર્જ કેસ અને તો તો  98 લોકોના  સંક્રમિતોના  મોત થયા છે.


તેલંગાના


તેલંગણામાં 808 નવા કેસ નોંધાતા કુલ કેસ વધીને 6,27,498 થઈ ગયા છે. તેલંગાણામાં  વધુ સાત દર્દીઓના મોત નિપજતા મૃત્યુઆંક  3,,698 પર પહોંચ્યો છે.  રાજ્યના સ્વાસ્થ્ય બુલેટિન મુજબ, છેલ્લા 24 કલાકમાં  1,061 લોકો સ્વસ્થ થતા કુલ રિકવર થતાં અત્યાર સુધીમાં સાજા થયેલા દર્દીનો આંકડો  6,12,096 પર પહોંચ્યો છે. 


જમ્મુ કાશ્મીર
જમ્મુ કાશ્મીરમાં કોરોના સંક્રમણથી વધુ 6 લોકોના મોત થતાં મૃત્યુઆંક 4,343  પર પહોંચ્યો છે.  તો નવા 274 કેસ નોંધાતા સંક્રમિતોની કુલ સંખ્યા  3,17,250 પર પહોંચી છે. 113 નવા કેસ જમ્મુમાં અને 161 કેસ કાશ્મીરમાં નોંધાયા છે.જમ્મુ કાશ્મીરમાં કુલ મૃતક આંક  4,343 પર પહોંચ્યો છે.  


છત્તીસગઢ 


છત્તીસગઢ માં છેલ્લા 24 કલાકમાં 319 નવા કેસ નોંધાયા છે. 319 નવા કેસ નોંધાતા રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 9,96,037 થઇ ગઇ છે. તો ગઇ કાલે 107 લોકો સ્વસ્થ થતાં તેને ડિસ્ચાર્જ કરાયા છે. તો 336 લોકો હોમ ક્વોરોન્ટાઇન છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 13,457 સંક્રમિતોના મોત થયા છે.