નવી દિલ્હીઃ વિશ્વની મહાશક્તિ અમેરિકા હાલ કોરોના વાયરસના કરાણે ખતરામાં આવી ગઇ છે. કૉવિડ-19થી સૌથી વધુ પ્રભાવિત દેશ હાલ અમિરકા બનતો દેખાઇ રહ્યો છે. અહીં કોરોનાનો કહેરે એટલો બધો છે કે કુલ સંક્રમિત લોકોની સંખ્યા 1 લાખ 87 હજાર થઇ ગઇ છે.
વ્હાઇટ હાઉસનો ખુલાસો
વ્હાઇટ હાઉસે આશંકા દર્શાવી છે કે, કોરોનાથી મરનારાઓની સંખ્યા 1 લાખથી 2.40 લાખ સુધી જઇ શકે છે. પણ ચોંકાવનારો ખુલાસો એ છે કે, વ્હાઇટ હાઉસે કહ્યુ છે કે જો લોકો સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોનુ પાલન નહીં કરે તો અમેરિકામાં મરનારાઓની સંખ્યાનો આંકડો વધીને 15 થી 22 લાખ સુધી જઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે, દુનિયાની મહાશક્તિ અમેરિકા હાલ કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 700થી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે. હાલ અમેરિકામાં મરનારાઓની સંખ્યા ચીનથી પણ વધુ થઇ ગઇ છે.
અમેરિકાએ હાલ લોકોને ઘરમાં રહેવા ખાસ સૂચના આપી છે. ન્યૂયોર્ક બાદ અમેરિકાની રાજધાની વૉશિંગટનમાં પણ લોકોને ઘરમાં રહેવાનુ કહેવામાં આવ્યુ છે.
અમેરિકામાં કોરોનાથી મરનારાઓની સંખ્યા 20 લાખથી વધારે થઇ શકે છે, વ્હાઇટ હાઉસનો ચોંકાવનારો ખુલાસો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Apr 2020 10:30 AM (IST)
દુનિયાની મહાશક્તિ અમેરિકા હાલ કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 700થી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે. હાલ અમેરિકામાં મરનારાઓની સંખ્યા ચીનથી પણ વધુ થઇ ગઇ છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -