ભોપાલઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. કોરોનાનો મૃતક આંક 61 હજારને પાર કરી ગયો છે. વિશ્વભરમાં આ જીવલેણ વાયરસથી 11 લાખ કરતા વધારે લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાને કહ્યું કે, કોરોના સંકટ સમાપ્ત થવા પર હું સ્વયં ગિરિરાજીની પરિક્રમા કરવા જઈશ.
ગોવર્ધન અને તેની આસપાસનો વિસ્તાર વ્રજ ભૂમિ કહેવાય છે. જે ભગવાન શ્રીકૃષ્ણનું લીલાસ્થળ ચે. અહીંયા ભગવાન શ્રીકૃષ્ણએ દ્વાપર યુગમાં વ્રજવાસીઓને ઈન્દ્રના પ્રકોપથી બચાવવા માટે ગોવર્ધન પર્વતને ટચલી આંગળી પર ઉઠાવ્યો હતો. ગોવર્ધન પર્વતને ભક્તો ગિરિરાજજી પણ કહે છે.
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાને કહ્યું કે, કોરોના વાયરસના સંક્રમણના કારણે પેદા થયેલી સંકટની આ ઘડીમાં આપણે બધાએ પ્રધાનમંત્રીની સૂચનાનું પાલન કરવું જોઈએ અને સાથે ઉભા રહીને સંકટનો સામનો કરવો જોઈએ. તેમણે લોકોને ઘરમાં જ રહીને યોગ, વ્યાયામ, ધ્યાન કરવા કહ્યું છે.
શિવરાજ સિંહે એમ પણ કહ્યું કે,આ મહામારીમાંથી જલદી બહાર આવવા માટે હું તમામ ધર્મના લોકોને ઈશ્વરની પ્રાર્થના કરવા કહું છું.