કોરોના વાયરસના કારણે પંજાબમાં એક વ્યક્તિનું મોત થયું છે. આ સાથે ભારતમાં આ વાયરસને કારણે 4 લોકોના મોત થઈ ચુક્યા છે. આ પહેલા કર્ણાટક, દિલ્હી, મહારાષ્ટ્રમાં એક-એક દર્દીનું મોત થયું હતું.
દેશમાં 167 કેસ સામે આવી ચૂક્યા છે. જેમાં 25 વિદેશીઓ છે. 14 લોકોને હોસ્પિટલમાં સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે અને હાલ કુલ 148 એક્ટિવ દર્દીઓ છે. જેની સારવાર ચાલી રહી છે.
સૌથી વધુ વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોના કેસની સંખ્યા 42 પર પહોંચી છે.
કોરોના વાયરસથી દુનિયાભરમાં બે લાખથી વધારે લોકો સંક્રમિત છે અને અત્યાર સુધીમાં 9000 લોકોના મોત થયા છે. ભારતમાં પણ કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને અત્યાર સુધીમાં 167 કેસ સામે આવ્યા છે. કોરોના વાયરસના કારણે ભારતમાં 4 લોકોના મોત થયા છે.