ભુવનેશ્વરઃ ઓડિશાની જાણીતી સિંગર તપુ મિશ્રાનું કોરોનાથી નિધન થયું છે. તે 36 વર્ષની હતી. ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલતી હતી. તેનું ઓક્સિજન લેવલ ઘટી જતાં ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવી હતી. પરંતુ છેલ્લા બે દિવસથી સેટુરેશન લેવલ નાટકીય રીતે ઘટી ગયું હતું. સિંગરને 19 મેના રોજ ખાનગી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેના પિતાનું પણ થોડા દિવસ પહેલા જ કોવિડ ઈન્ફેક્શનના કારણે નિધન થયું હતું.


તેનું સ્વાસ્થ્ય લથડી રહ્યું હોવાથી પરિવારજનો કોલકાતામાં એકમો ટ્રીટમેન્ટ માટે ખસેડવાની તૈયારી કરતા હતા. ઓડિશાના કલ્ચર ડિપાર્ટમેન્ટ સિંગરની સારવાર માટે આર્ટિસ્ટ વેલફેર ફંડમાંથી રૂપિયા એક લાખની સહાય કરી હતી. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે પણ સિંગરના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.


ઓડિશામાં કેટલા છે એક્ટિવ કેસ


સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ મુજબ ઓડિશામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 35,243 છે. જ્યારે 8,35,132 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જ્યારે 3,550 લોકોના કોરોનાથી મોત થયા છે.




ભારતમાં શું છે કોરોનાનું ચિત્ર


દેશમાં કોરોનાની બીજી લહેર હવે ધીમે ધીમે નબળી પડી રહી છે. સતત 13માં દિવસે નવા કેસની સંખ્યા 1 લાખ કરતાં ઓછી આવી છે અને સતત છઠ્ઠા દિવસે 70 હજારથી ઓછા કેસ નોંધાયા છે. કોરોનાથી મોતનો આંકડો પણ ઘટ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 58419 નવા કોરોનાના કેસ આવ્યા અને 1576 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 87,619 લોકો કોરોનાથી ઠીક થયા છે. દેશમાં 81 દિવસ બાદ 60 હજારથી ઓછા કેસ નોંધાયા છે.


દેશમાં કોરોનાની સ્થિતિ


કુલ કોરોના કેસ - બે કરોડ 98 લાખ 81 હજાર 965


કુલ ડિસ્ચાર્જ - બે કરોડ 87 લાખ 66 હજાર 009


કુલ એક્ટિવ કેસ - 7 લાખ 29 હજાર 243  


કુલ મોત - 3 લાખ 86 હજાર 713