નવી દિલ્હીઃ કોરોના વાયરસને કારણે દુનિયાના  તમામ દેશોમાં ડરનો માહોલ છે. છેલ્લા ચાર દિવસોમાં ભારતમાં પણ કોરોના વાયરસના 31 કેસ સામે આવ્યા છે. જેને લઇને ભારતમાં પણ ચિંતા ફેલાઇ છે. જોકે, સરકાર તરફથી વારંવાર તૈયાર રહેવાની વાત કરાઇ છે. પરંતુ ભારત સહિત દુનિયાના તમામ મોટા દેશોની સામે આ વાયરસથી થનારા આર્થિક નુકસાનમાંથી બહાર આવવું એક મોટો પડકાર છે. વડાપ્રધાન મોદીએ શુક્રવારે એક કાર્યક્રમ દરમિયાન આ વાત લઇને પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, તમામ યુગમાં નવા પડકારો સામે આવે છે. આપણી ‘Collaborate To Create’ ની spirit ને test કરવા માટે તેને  વધુ મજબૂત કરવા માટે જેમ કે આજે 'COVID-19 નોવલ કોરોના વાયરસના  રૂપમાં એક મોટો પડકાર દુનિયા સામે છે. નાગરિકતા કાયદા અને જમ્મુ કાશ્મીર મુદ્દાને લઇને વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જે લોકો દુનિયાભરના લોકોને શરણાર્થીઓને લઇને જ્ઞાન આપે છે  તે શરણાર્થીઓ માટે બનેલા સીએએનો વિરોધ કરે છે. જે લોકો દિવસ રાત બંધારણની વાતો કરે છે તે આર્ટિકલ 370 જેવી અસ્થાયી વ્યવસ્થા હટાવીને જમ્મુ કાશ્મીરમાં પુરી રીતે બંધારણ લાગુ કરવાનો વિરોધ કરે છે.