નવી દિલ્હી: દિલ્હી એનસીઆરમાં ફરી એક વખત હવામાન બદલાયું છે. ઘણા વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થયો છે. દિલ્હી, નોઈડા, ગાજિયાબાદ અને દિલ્હીની નજીક હરિયાણાના કેટલાક વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે. વરસાદના કારણે દિલ્હી એનસીઆરનું તાપમાન ઝડપથી આછુ થયું છે.




દિલ્હીની નજીકના ફરીદાબાદ અને ગુરૂગ્રામમાં વરસાદ થયો છે. વરસાદના કારણે રસ્તાઓ પર ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. હવામાન વિભાગ તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, સોનીપત, ગન્નૌર, હાપુડ, ગાજિયાબાદ,ફરીદાબાદ,નોઈડા, ગ્રેટર નોઈડામં 50થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે.

પૂર્વી દિલ્હીમાં પણ ઝરમર વરસાદ થયો છે. વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં ટ્રાફ્રિકજામ થયો છે. શનિવાર બપોર બાદ હવામાન બદલાશે અને તડકો નિકળવાની શક્યતા છે.