નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના આશરે 17 હજાર નવા કેસ નોંધાયા છે અને 418 લોકોના મોત થયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 16,922 નવા મામલા સામે આવ્યા છે. તાજા આંકડા પ્રમાણે દેશમાં અત્યાર સુધીમાં 4,73,105 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. જેમાંથી 14,894 લોકોના મોત થયા છે. 2,71,697 લોકો ઠીક થઈ ગયા છે અને 1,86,514 એક્ટિવ કેસ છે.



કયા રાજ્યમાં કેટલા મોત

મહારાષ્ટ્રમાં 6739, ગુજરાતમાં 1735, દિલ્હીમાં 2365, મધ્યપ્રદેશમાં 534,  આંધ્રપ્રદેશમાં 124, આસામમાં 9, બિહારમાં 57, ચંદીગઢમાં 6, છત્તીસગઢમાં 12, હરિયાણામાં 188, હિમાચલ પ્રદેશમાં 8, જમ્મુ-કાશ્મીરમાં 88, ઝારખંડમાં 11, કર્ણાટકમાં 164, કેરળમાં 22, મેઘાલયમાં 1, ઓડિશામાં 17, પુડ્ડુચેરીમાં 9, પંજાબમાં 113, રાજસ્થાનમાં 375, તમિલનાડુમાં 866, તેલંગાણામાં 225, ઉત્તરાખંડમાં 35, ઉત્તરપ્રદેશમાં 596 અને પશ્ચિમ બંગાળમાં 591 લોકોના મોત થયા છે.

કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે ભારત વિશ્વનો ચોથો સૌથી પ્રભાવિત દેશ છે. અમેરિકા 24,63,168 મામલા અને 1,24,279 મોત સાથે પ્રભાવિત દેશોના લિસ્ટમાં ટોપ પર છે. જે બાદ 11,92,474 મામલા સાથે બ્રાઝિલ બીજા સ્થાન પર છે, અહીંયા મૃતકોની સંખ્યા 53,874 છે. જ્યારે 6,06,881 મામલા સાથે રશિયા ત્રીજા ક્રમે છે.