સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 519 લોકોના મોત થયા છે અને 27,114 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 8,20,916 પર પહોંચી છે અને 22,123 લોકોના મોત થયા છે. 5,15,386 લોકો સાજા થઈ ગયા છે અને 2,83,407 એક્ટિવ કેસ છે.
કયા રાજ્યમાં કેટલા મોત
મહારાષ્ટ્રમાં સૌથી વધારે મોત થયા છે. મહારાષ્ટ્રમાં 9893, દિલ્હીમાં 3300, ગુજરાતમાં 2022, તમિલનાડુમાં 1829, મધ્યપ્રદેશમાં 638, આંધ્રપ્રદેશમાં 292, અરૂણાચલ પ્રદેશ 2, આસામમાં 27, બિહારમાં 119, ચંદીગઢમાં 7, છત્તીસગઢમાં 17, ગોવામાં 9, હરિયાણામાં 290, હિમાચલ પ્રદેશમાં 11, જમ્મુ-કાશ્મીરમાં 159, ઝારખંડમાં 23, કર્ણાટકમાં 543, કેરળમાં 27, લદ્દાખમાં 1, મેઘાલયમાં 2, ઓડિશામાં 56, પુડ્ડુચેરીમાં 17, પંજાબમાં 187, રાજસ્થાનમાં 497, તેલંગાણામાં 339, ત્રિપુરામાં 1, ઉત્તરાખંડમાં 46, ઉત્તરપ્રદેશમાં 889 અને પશ્ચિમ બંગાળમાં 880 લોકોના મોત થયા છે.
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2,38,461 પર પહોંચી છે. બીજા નંબર પર રહેલા તમિલનાડુમાં 1,30,261 પર સંક્રમિતોની સંખ્યા પહોંચી છે. દિલ્હીમાં 1,09,140, ગુજરાતમાં 40,069, ઉત્તપ્રદેશમાં 33,700, તેલંગાણામાં 32,224, કર્ણાટકમાં 33,418, પશ્ચિમ બંગાળમાં 27,109, રાજસ્થાનમાં 23,174, અરૂણાચલ પ્રદેશમાં 25,422 સંક્રમિતો નોંધાયા છે.