કોરોના વાયરસને લઈ કર્ણાટકમાં જે લોકોને કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે તેમને દર કલાકે સેલ્ફી ક્લિક કરીને સરકારને મોકલવી પડશે. કર્ણાટકમાં અત્યાર સુધી 80થી વધારે લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે અને ત્રણ લોકોના મોત થયા છે. સોમવારે રાજ્યના એક મંત્રીએ કહ્યું, જો કોઈ સેલ્ફી નહીં મોકલે તો તેમને સરકાર સંચાલિત કોરોન્ટાઈન સેન્ટરમાં મોકલી દેવામાં આવશે.
કેમ લાગુ કર્યો આ નિયમ
બેંગલુરુમાં કોરોન્ટાઈન કરવામાં આવેલા 10 લોકો ભાગી ગયા હતા. જે બાદ તેઓ ગામડામાંથી પકડાયા હતા અને તેમની સામે કેસ પણ કરવામાં આવ્યા હતા. જે બાદ સરકારે આ નિયમ લાગુ કર્યો છે. કર્ણાટકના મેડિકલ એજ્યુકેશન મંત્રી ડો. સુધાકરે જણાવ્યું, જે લોકોને ઘરમાં કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે તેમણે દર કલાકે સરકારની મોબાઇલ એપ પર એક સેલ્ફી મોકલવી પડશે. જો તેઓ આમ નહીં કરે તો તેમના ઘરે એક ટીમ મોકલવામાં આવશે અને ત્યાંથી તેમને સરકાર દ્વારા બનાવવામાં આવેલા કોરોન્ટાઈન સેન્ટરમાં ખસેડવામાં આવશે.
કેટલા સમય સુધી નહીં મોકલવી પડે સેલ્ફી
આ નિયમ મુજ લોકોએ રાત્રે 10 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી સેલ્ફી નહીં મોકલવી પડે. લોકો જે સેલ્ફી મોકલશે તેને અધિકારીઓની એક ટીમ મોનિટર કરશે.