નવી દિલ્હીઃ કોરોના સંક્રમણ દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. આ વાયરસને રોકવા માટે ડૉક્ટર્સ સતત કામ કરી રહ્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં અત્યાર સુધીમાં 31,322 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે, જ્યારે 1007 લોકોએ જીવ ગુમાવ્યો છે અને 7,696 લોકો સ્વસ્થ થઈ ગયા છે.


મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું કે, 300થી વધારે જિલ્લામાં હજુ સુધી સંક્રમણનો કોઈ મામલો સામે નથી આવ્યો અને જે 129 જિલ્લામાં કોવિડ-19ના વધારે મામલા સામે આવ્યા છે તેને હૉટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. હોટસ્પોટ જાહેર કરવામાં આવેલા જિલ્લામાંથી સંક્રમણ બહાર ન ફેલાય તેના પર સરકાર પૂરુ ધ્યાન આપી રહી છે.

હોટસ્પોટ જાહેર કરાયેલા જિલ્લા

  • આંધ્રપ્રદેશઃ કુર્નુલ, ગંટૂર, નેલ્લોર, પ્રકાશમ, ક્રિષ્ના, વાયએસઆર, વેસ્ટ ગોદાવરી, ચિત્તોર, વિશાખાપટ્ટનમ, ઈસ્ટ ગોદાવરી, અનંતપુર

  • બિહારઃ અનંતપુર

  • ચંદીગઢઃ ચંદીગઢ

  • છત્તીસગઢઃ કોરબા

  • દિલ્હીઃ સાઉથ, સાઉથ ઈસ્ટ, શાહદરા, વેસ્ટ, નોર્થ, સેન્ટ્રલ, ન્યૂ દિલ્હી, ઈસ્ટ, સાઉથ વેસ્ટ

  • ગુજરાતઃ અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, રાજકોટ

  • હરિયાણાઃ નુહ, ગુરુગ્રામ, પરવલ, ફરિદાબાદ

  • જમ્મુ-કાશ્મીરઃ શ્રીનગર, બાંદીપોરા, બારામુલ્લા, જમ્મુ, ઉધમપુર, કુપવાડા

  • કર્ણાટકઃ બેંગલુરુ અર્બન, મસુરી, બેલગાવી

  • કેરળઃ કન્નુર, એર્નાકુલમ, કાસરગોડ, માલાપુરમ, પઠાણમથીયા

  • મધ્યપ્રદેશઃ ઈન્દોર, ભોપાલ, ખારગાઉ, ઉજ્જૈન, હોશંગાબાદ

  • મહારાષ્ટ્રઃ મુંબઈ, પુણે, થાણે, નાગપુર, સાંગલી, અહેમદનગર, યવતમાલ, ઔરંગાબાદ, બુલધાણા, મુંબઈ સબઅર્બન, નાશિક

  • ઓડિશાઃ ખોરધા

  • પંજાબઃ એસએએસ નગર, શહીદ ભગતસિંહ નગર, જાલંધર, પઠાણકોટ

  • રાજસ્થાનઃ જયપુર, ટોંક, જોધપુર, બાંસવાડા, કોટા, ઝૂંઝનુ, જેસલમેર, ભીલવાડા, બિકાનેર, જાલવર, ભરતપુર

  • તમિલનાડુઃ ચેન્નઈ, તિરુચિરાપલ્લી, કોયંબતૂર, તિરુનેલવેલી, ઈરોડ, વેલ્લોર, ડિંડીગુલ, વિલ્લુપુરમ, તિરુપુર, થાની, નમક્કાલ, ચેંગલપટ્ટુ, મદુરાઈ, તતીકોરન, કરુર, વિરુધુનગર, કન્યાકુમારી, કુડાલોર, થિરુવેલ્લુર, થિરુવરુર, સેલમ, નાગાપટ્ટનમ

  • તેલંગાણાઃ હૈદરાબાદ, નિઝામાબાદ, વ્રાંગલ અર્બન, રંગા રેડ્ડી, જોગુલાંબા ગડવાલ,  મચ્છલ-મલકાર્જગિરી, કરીમનગર, નિર્મલ

  • ઉત્તરપ્રદેશઃ આગ્રા, ગૌતમ બુદ્ધ નગર, મેરઠ, લખનઉ, ગાઝિયાબાદ, શહારનપુર, શામલી, ફિરોઝાબાદ, મોરાદાબાદ

  • ઉત્તરાખંડઃ દેહરાદૂન

  • પશ્ચિમ બંગાળઃ કોલકાતા, હાવડા, મદિનાપુર ઈસ્ટ, 24 પરગના નોર્થ