સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 42,533 પર પહોંચી છે. 1373 લોકોના મોત થયા છે અને 11,706 લોકો સાજા થઈ ગયા છે. હાલ 29,453 એક્ટિવ કેસ છે.
કયા રાજ્યમાં કેટલા મોત
મહારાષ્ટ્રમાં 548, ગુજરાતમાં 290, મધ્યપ્રદેશમાં 156, દિલ્હીમાં 64, આંધ્રપ્રદેશમાં 33, આસામમાં 1, બિહારમાં 4, હરિયાણામાં 5, હિમાચલ પ્રદેશમાં 1, જમ્મુ-કાશ્મીરમાં 8, ઝારખંડમાં 3, કર્ણાટકમાં 25, કેરળમાં 4, મેઘાલયમાં 1, ઓડિશામાં 1, પંજાબમાં 21, રાજસ્થાનમાં 71, તમિલનાડુમાં 30, તેલંગાણામાં 29, ઉત્તરપ્રદેશમાં 43 અને પશ્ચિમ બંગાળમાં 35 લોકોના મોત થયા છે.
સંક્રમિતોની સંખ્યામાં મહારાષ્ટ્ર મોખરે છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા 12,974 પર પહોંચી છે. ગુજરાતમાં 5428, દિલ્હીમાં 4549, મધ્યપ્રદેશમાં 2846, રાજસ્થાનમાં 2886, તમિલનાડુમાં 3023, ઉત્તરપ્રદેશમાં 2645, આંધ્રપ્રદેશમાં 1583, તેલંગાણામાં 1082, પશ્ચિમ બંગાળમાં 963 સંક્રમિતો નોંધાયા છે.