નવી દિલ્હીઃ કોરોના મહામારીને  રોકવા માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારે ઉચિત પગલા ભરી રહી છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશમાં કોરોના સામે જંગમાં સરકારને પણ રાજકીય સમર્થન મળવા લાગ્યુ છે. યુપીના પૂર્વ સીએમ અને બસપા અધ્યક્ષ માયાવતીએ તેના ધારાસભ્યોને મુખ્યમંત્રી રાહત ફંડમાં એક-એક કરોડ રૂપિયા આપવા આહ્વાન કર્યુ હતું.


ધારાસભ્યોએ માયાવતીના કહેવા પર સીએમ રિલીફ ફંડમાં રૂપિયા જમા કરાવ્યા હતા. જે બાદ યોગી આદિત્યનાથે બસપા સુપ્રીમો માયાવતીને ફોન કરીને મદદ માટે આભાર માન્યો હતો.


 યૂપી સરકાર કોરોનાને લઈ જરૂરી પગલા ભરી રહી છે. પરંતુ કોરોનાના મામલા ઘટવાના બદલે વધી રહ્યા છે. શનિવારે 26 નવા પોઝિટિવ મામલા સામે આવ્યા છે. જેમાંથી 25 આગરામાં અને એક બાંદા જિલ્લામાં છે.


હાલ દેશમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 2900ને પાર કરી ગઈ છે, જ્યારે 68 લોકોના મોત થયા છે. 183 લોકો બીમારીમાંથી મુક્ત થઈ ગયા છે.