નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના સંકટથી બચવા માટે મોટી સંખ્યામાં લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવી રહ્યાં છે. તેની વચ્ચે તેલંગણાામાં ક્વોરન્ટાઈન કરાયેલા મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા હોસ્પિટલમા નમાઝ પઢવાના અહેવાલ સામે આવ્યા છે.

હૈદરાબાદની ગાંધી હોસ્પિટલમાં કોરોનાના શંકાસ્પદ લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. ત્યારે ગુરુવારે( 2 એપ્રિલ) કેટલાક મુસ્લિમ લોકો હોસ્પિટલમાં જ નમાઝ પઢવા લાગ્યા હતા.  આ પહેલા સરકારી ગાંધી હોસ્પિટલમાં કોરોના વાયરસથી 49 વર્ષીય એક દર્દીનું 1 એપ્રિલે મોત થયું હતું. મૃતકે દિલ્લીનો પ્રવાસ કર્યો હતો.



નોંધનીય છે કે, સરકારે કોરોનાને ફેલાતો અટકાવવા માટે કોઈ પણ પ્રકારની ભીડ એકઠી કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. પછી તે સામાજિક હોય કે રાજનીતિક કે પછી ધાર્મિક હોય.

દેશમાં કોરોના પીડિતોની સંખ્યા સતત વધી રહી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, દેશમાં અત્યાર સુધી 1966 લોકો કોરોનાથી સંક્રમિત છે, જ્યારે 150 લોકો સાજા થઈ ગયા છે અને 50 લોકોના આ જીવલેણ વારયસથી મોત નીપજ્યું છે.