નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીના વધતા ગ્રાફની વચ્ચે પીએમ મોદી 16 અને 17 જૂનના રોજ દેશના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે. આ વાતચીત વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થશે. છેલ્લા 10 દિવસમાં કોરોના વાયરસના અંદાજે એક લાખ કેસ દેશભરમાં સામે આવ્યા છે. શુક્રવારના રોજ પ્રથમ વખત એક જ કલાકનીઅંદર 10 હજારથી વદારે કોરોનાના કેસ સામે આવ્યા. દેશમાં કુલ કેસની સંખ્યા ત્રણ લાખને પાર કરી ગઈ છે.


જ્યારે કેન્દ્રએ શુક્રવારે રાજ્યોને કોવિડ-19ના ઉભરતા કેન્દ્રો (નવા સ્થળો જ્યાંથી કેસ મળી રહ્યા છે) પર વધારે ભાર આપવા અને કોરોના વાયરસનો ચેપ રોકવા માટે કડક પગલા લેવા માટે કહ્યું છે. કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને લાગુ લોકડાઉથી દેશ ધીરે ધીરે બહાર આવવાની સાથે પીએમ મોદી આગામી સપ્તાહે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ફરીથી એક વખત વિચાર વિમર્શ કરશે.

બે દિવસ પીએમ મોદીની રાજ્યો સાથે વીડિયો કોન્ફરન્સિંગ બપોરે 2 વાગ્યાથી શરૂ થશે. 16 જૂને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એવા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રી સાથે વીડિયો કોન્ફસિંગ કરશે જ્યાં કોરોનાની ગતિ ધીમી છે અથવા જ્યાં કોરોનાનો રિકવરી રેટ ઘણો સારો છે. આ રાજ્યમાં પંજાબ, અસમ, કેરળ, ઉત્તરાખંડ અને ઝારખંડ જેવા કેટલાક રાજ્ય સામેલ છે.

ત્યારે 17 જૂને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે, જે રાજ્યોમાં કોરોના વાયરસના સંક્રમણની ગતિ ઘણી વધુ છે. 17 જૂને પીએમ મોદી મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, ગુજરાત અને રાજસ્થાન સહિત અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરશે.

આ પહેલા પણ પીએમ મોદી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કેટલીક વખત વીડિયો કોન્ફ્રન્સિંગ કરી ચૂક્યા છે. પહેલા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ચર્ચા બાદ કેટલીક વખત લૉકડાઉન વધારવા, કેટલીક આર્થિક ગતિવિધિઓને ખોલવા જેવા નિર્ણય કરાઇ ચૂક્યા છે.