અમૃતસર: પંજાબ સરકારે કર્ફ્યૂ વધારવાની જાહેરાત પર યૂ ટર્ન લઈ લીધો છે.  પંજાબ સરકારે 30 એપ્રિલ સુધી કર્ફ્યૂ વધારવાના આદેશને પરત ખેંચી લીધા છે. જાણકારી અનુસાર કર્ફ્યૂ વધારવાને લઈ સરકારના અધિકારીઓએ પત્ર જારી કરી દીધો હતો.


સૌથી પહેલા પંજાબે જ કર્ફ્યૂ લાગુ કર્યું હતું જ્યારે અન્ય રાજ્યોએ લૉકડાઉન કર્યું હતું. તેના બાદ હિમાચલ પ્રદેશ અને ચંદીગઢમાં કરફ્યૂ લાદવાની જાહેરાત કરી હતી. પંજાબમાં કૉંગ્રેસની સરકાર છે.

અત્યાર સુધી અન્ય રાજ્યોએ કર્ફ્યૂ વધારવાના સૂચનો આપ્યા છે. આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર પંજાબમાં અત્યાર સુધી કોરોના વાયરસના 91 કેસ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે સાત લોકોના મોત થઈ ચૂક્યા છે અને 4 લોકોને સારવાર બાદ સાજા થયા છે.



બીજી બાજુ આજે વિપક્ષી નેતાઓ સાથેની મીડિંગમાં પ્રધાનમંત્રીએ લોકડાઉન વધારવાના સંકેત આપ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, બેઠકમાં પીએમ મોદીએ કહ્યું, તેમની પાસે જેટલી સૂચના અને જરૂરી માહિતી આવી રહી છે તેના પરથી લોકડાઉન વધારવું જોઈએ તેમ લાગે છે. પીએમની બેઠકમાં કોંગ્રેસ સહિત લગભગ તમામ વિપક્ષોએ ભાગ લીધો હતો.

દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા પાંચ હજારને પાર પહોંચી ગઈ છે. જ્યારે 149 લોકોના મોત થઈ ચૂક્યા છે. આ સિવાય 400 લોકો સાજા પણ થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 1018 પોઝિટિવ કેસ સામે આ્વ્યા છે. જ્યારે 64 લોકોના મોત થઈ ચૂક્યા છે.