મધ્ય પ્રદેશના સ્વાસ્થ્ય વિભાગના પ્રમુખ સચિવ પલ્લવી ગોવિલ સહિત વિભાગના કુલ 21 અધિકારી કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છે. 4 એપ્રિલને પલ્લવીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને એ જ દિવસે પલ્લવીની સાથે કામ કરતા 3 અન્ય અધિકારી સંક્રમિત થઈ ગયા. જ્યારે પાંચથી સાત એપ્રિલની વચ્ચે સ્વાસ્થ્ય વિભાગના 21 અધિકારી સંક્રમિત થઈ ગયા.
પલ્લવીએ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા પહેલા વિભાગની અનેક બેઠકમાં ભાગ લીધો હતો. જેમાં કોરોના પોઝિટિવ મળી આવેલ અધિકારી પણ સામેલ હતા જેના પર મેડમની ફાઈલોને ચેક કરીને આગળ વધારવાની જવાબદારી હતી. કહેવાય છે કે, પલ્લવીએ વિભાગની ફાઈલો અધિકારીઓને સોંપી ત્યાર બાદ અધિકારી પણ કોરોના પોઝિટિવ થતા ગયા.
એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પલ્લવીને એમપીના આયુષ્માન ભારતના CEO વિજય કુમારથી કોરોના સંક્રમણ થયું જે તેની પહેલા કોરોનાનો બોગ બન્યા હતા. જણાવીએ કે, મધ્ય પ્રદેશમાં અત્યાર સુધી 229 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છે.