મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનું સંક્રમણ ફરી એક વખત ઝડપથી વધી રહ્યું છે. કોરોના સંક્રમણને જોતા નાગપુર જિલ્લા પ્રશાસને નવી ગાઈડલાઈન જાહેર કરી છે. પ્રશાસને જિલ્લામાં સ્કૂલ અને કૉલેજ સાત માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહી સાપ્તાહિક બજારોને પણ સાત માર્ચ સુધી બંધ રાખવામાં આવશે.


ગાઈડનલાઈન મુજબ, નાગપુરમાં મુખ્ય બજારોને શનિવાર અને રવિવાર બંધ રાખવામાં આવશે. બાકીના દિવસોમાં 50ન ટકાની ક્ષમતા સાથે બજારો ખુલશે. જ્યારે લગ્ન માટે બુક થતા મંડળ અને સામાજિક, રાજકીય, ધાર્મિક કાર્યક્રમો પર સાત માર્ચ સુધી પ્રતિબંધ લાગવી દેવામાં આવ્યો છે.

મહારાષ્ટ્રમાં કાલે 6,971 નવા કેસ સામે આવ્યા

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસ ફરી એક વખત ઝડપથી વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 6971 કેસ સામે આવ્યા છે. જ્યારે 2417 લોકોએ કોરોનાને મ્હાત આપી છે અને 35 લોકોના મોત થયા છે.