નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો હતો. છેલ્લા થોડા દિવસથી કોરોનાના કેસ ઘટવા લાગ્યા છે પરંતુ મૃત્યુદરમાં ખાસ ઘટાડો થયો નથી. કેન્દ્રીય મહિલા તથા બાળ વિકાસ મંત્રાલયે રાજ્ય દ્વારા મોકલવામાં આવેલા આંકડાના આધારે એકે ડેટાબેસ તૈયાર કર્યો છે. જે મુજબ દેશમાં 577 બાળકો અનાથ બન્યા છે.


કેન્દ્રીય મહિલા તથા બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાજ્યો તરફથી મળેલા રિપોર્ટના આધારે કહ્યું કે, 1 એપ્રિલથી 577 બાળકો કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેરમાં માતા-પિતાના નિધનના કારણે અનાથ થઈ ગયા છે. કેન્દ્ર સરકાર આ બાળકોને મદદ પહોંચાડવાની કોશિશ કરી રહી છે. મહિલા તથા બાળ વિકાસ મંત્રાલય આને લઈ રાજ્યોના સંપર્કમાં છે. મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી સહિત અનેક રાજ્યો પહેલા જ કોરોનાના કારણે અનાથ બનેલા બાળકોની જવાબદારી ઉઠાવવાની તથા આર્થિક મદદ પહોંચાડવાની જાહેરાત કરી ચુક્યા છે.


ડોક્ટર ખુદ પણ મોટી સંખ્યામાં કોરોનાની ઝપેટમાં આવ્યા છે અને તેમના મોત પણ થયા છે. દેશમાં ડોક્ટરોની સૌથી મોટી સંસ્થા ઇન્ડિયન મેડિકલ એસોસિએશને કહ્યું કે, કોરોનાની બીજી લહેરમાં અત્યાર સુધીમાં 513 ડોક્ટરોના મોત થયા છે. ડોક્ટોરના મોતના સાથે જોડાયેલ લેટેસ્ટ આંકડા બહાર પાડતા આઈએમએએ કહ્યું કે, ડોક્ટરોના સૌથી વધારે મોત રાજધાની દિલ્હીમાં થયા છે. દિલ્હીમાં કોરોનાની બીજી લહેરને કારણે 103 ડોક્ટરોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે બિહારમાં 96 ડોક્ટોરના મોત થયા છે. ત્રીજા સ્થાને ઉત્તર પ્રદેશ છે જ્યાં 41 ડોક્ટરોના કોરોનાને કારણે મોત થયા છે. તેની સાથે જ રાજસ્થાનમાં 29 અને આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને ઝારખંડના એમ દરેક રાજ્યમાં 29 ડોક્ટોરના મોત થયા છે.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,08,921 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4157 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,95,955 લોકો ઠીક પણ થયા છે.   



  • કુલ કેસ-  બે કરોડ 71 લાખ 57 હજાર 795

  • કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 43 લાખ 50 હજાર 816

  • કુલ એક્ટિવ કેસ - 24 લાખ 95 હજાર 591

  • કુલ મોત - 3 લાખ 11 હજાર 591


 Coronavirus Cases India:  એક દિવસની રાહત બાદ ફરી કરોનાએ માર્યો ઉથલો, વધુ 4157ના મોત


આ રાજ્યમાં લોકડાઉન વચ્ચે પાદરીએ 500 લોકોને કર્યા ભેગા, અચાનક પોલીસ ત્રાટકીને......