મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપી સાથે ગઠબંધન કરી સરકાર રચનારી શિવસેનાએ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કર્યા છે. શિવસેનાએ કહ્યું, રાહુલના પ્રધાનમંત્રી મોદી સાથે મતમતાંતર હોઈ શકે છે પરંતુ આ સમય લડવાનો નથી પરંતુ મહામારી સામે એકજૂથ થઈને લડવાની છે.


પાર્ટીના મુખપત્ર સામનામાં શિવસેનાએ લખ્યું કે, રાહલુ અને મોદીએ દેશને ફાયદા માટે વૈશ્વિક મહામારી પર આમને-સામને ચર્ચા કરવી જોઈએ. ભાજપની અડધી સફળતા તો રાહુલ ગાંધીની છબિ બગાડવાથી છે. વર્તામન સમયમાં રાહુલ ગાંધીના વલણની પ્રશંસા કરવી જોઈએ. કોઈપણ વિપક્ષ પાર્ટીએ સંકટના સમયમાં કેવું વર્તન કરવું જોઈએ તેની આદર્શ આચાર સંહિતા રાહુલે સામે રાખી છે.

શિવસેનાએ કહ્યુ, રાહુલે પહેલાથી જ કોરોના વાયરસના ખતરાને માપી લીધો હતો અને સરકારને સતત જરૂરી પગલા ભરવા આગ્રહ કરતા હતા. જ્યારે તેઓ(ભાજપ) મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સરકાર પાડવામાં વ્યસ્ત હતી ત્યારે ગાંધી સરકારને કોરોના વાયરસ સંકટ સામે લડવા જગાડી રહ્યા હતા.
રાહુલ ગાંધીના વિચાર અને વિપક્ષ પાર્ટીઓ માટે ચિંતન શિબિર જેમ છે અને તેનાથી દેશને ફાયદો થશે.