નવી દિલ્હીઃ ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસનો ભય હવે વિશ્વભરમાં ફેલાઇ રહ્યો છે, એક રિપોર્ટ પ્રમાણે, કોરોના વાયરસના કારણે ચીનમાં અત્યાર સુધી 1800થી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે, જ્યારે કોરોનાથી સંક્રમિત 2,048 નવા કન્ફોર્મ કેસો સામે આવ્યા છે.
ચીનમાંથી પેદા થયેલો કોરોના વાયરસ હવે ચીન પુરતો સીમિત રહ્યો નથી, તેનુ સંક્રમણ વિશ્વભરમાં થઇ રહ્યું છે, ફેલાવો દિવસે દિવસે વધી રહ્યો છે. અહીં જાણો દુનિયાના કયા કયા દેશોમાં કોરોનાના પૉઝિટીવ કેસો નોંધાયા છે.
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગ અનુસાર, કોરોના વાયરસના લક્ષણ મોટાભાગે ઠંડીના કારણે થનારી બિમારી જેવા હોય છે. તાવ, થાક, સુખી ખાંસી, અપચો અને શ્વાસની તકલીફો રહેતી હોય તો કોરોના વાયરસ જલ્દી એટેક કરી શકે છે.
કયા દેશમાં કેટલો ફેલાયો કોરોના વાયરસ.......
(કેટલા લોકો છે સંક્રમિત)
ચીન- 72000 લોકો સંક્રમિત
ભારત- 3 લોકો સંક્રમિત
સિંગાપુર- 75 લોકો સંક્રમિત
જાપાન- 59 લોકો સંક્રમિત
હોંગકોંગ- 57 લોકો સંક્રમિત
થાઇલેન્ડ- 34 લોકો સંક્રમિત
દક્ષિણ કોરિયા- 30 લોકો સંક્રમિત
મલેશિયા- 22 લોકો સંક્રમિત
તાઇવાન- 20 લોકો સંક્રમિત (1નું મોત)
વિયેતનામ- 16 લોકો સંક્રમિત
ઓસ્ટ્રેલિયા- 15 લોકો સંક્રમિત
મકાઉ- 10 લોકો સંક્રમિત
ફિલિપાઇન્સ- 3 લોકો સંક્રમિત (1નું મોત)
નેપાલ- 1 લોકો સંક્રમિત
શ્રીલંકા- 1 લોકો સંક્રમિત
કમ્બોડિયા- 1 લોકો સંક્રમિત
અમેરિકા- 15 લોકો સંક્રમિત
કેનેડા- 8 લોકો સંક્રમિત
જર્મની- 16 લોકો સંક્રમિત
ફ્રાન્સ- 12 લોકો સંક્રમિત (1નું મોત)
બ્રિટન- 9 લોકો સંક્રમિત
ઇટાલી -3 લોકો સંક્રમિત
રશિયા- 2 લોકો સંક્રમિત
સ્પેન- 2 લોકો સંક્રમિત
ફિનલેન્ડ- 1 લોકો સંક્રમિત
સ્વિડન- 1 લોકો સંક્રમિત
બેલ્ઝિયમ- 1 લોકો સંક્રમિત
યુએઇ- 9 લોકો સંક્રમિત
ઇજિપ્ત- 1 લોકો સંક્રમિત
ચીનમાં ઉદભવેલો કોરોના વાયરસ હજુ પણ દિવસે દિવસે વધી રહ્યો છે, અને દુનિયાભરમાં ફેલાઇ રહ્યો છે.
CoronaVirus: ચીનમાં 70000થી વધુ લોકો કોરોનાની ઝપેટમાં, જાણો દુનિયાના બીજા કયા દેશમાં કેટલો ફેલાયો વાયરસ.......
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Feb 2020 08:37 AM (IST)
ચીનમાંથી પેદા થયેલો કોરોના વાયરસ હવે ચીન પુરતો સીમિત રહ્યો નથી, તેનુ સંક્રમણ વિશ્વભરમાં થઇ રહ્યું છે, ફેલાવો દિવસે દિવસે વધી રહ્યો છે. અહીં જાણો દુનિયાના કયા કયા દેશોમાં કોરોનાના પૉઝિટીવ કેસો નોંધાયા છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -