ગુવાહાટીઃ બેંક ખાતાનું વિવરણ, પાન કાર્ડ અને જમીનના દસ્તાવેજની રસીદ જેવા ડોક્યુમેન્ટનો ઉપયોગ નાગરિકતા સાબિત કરવા માટે કરી ન શકાય. ગુવાહાટી હાઈ કોર્ટે વિદેશી ન્યાયાધિકરણના નિર્ણયની વિરૂદ્ધ એક મહિલાની અરજી ફગાવી દેતા આ વાત કહી છે. ન્યાયાધિકર (ટ્રિબ્યૂનલ)એ મહિલાને વિદેશી નાગરિકની શ્રેણીમાં રાખી હતી. જોકે, જમીન અનેં બેંક ખાતા સાથે જોડાયેલ દસ્તાવેજોને પ્રશાસને સ્વીકાર્ય દસ્વાતેજોની યાદીમાં રાખ્યા છે.


ઉલ્લેખનીય છે કે, એનઆરસીની અંતિમ યાદી જાહેર થયા બાદ ઓછામાં ઓછા 19 લાખ લોકો પોતાની નાગરિકતા સાબિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ મામલાની સમીક્ષા માટે સમગ્ર આસમમાં 100 વિદેશી ન્યાયાધિકરણ સ્થાપિત કરવામાં આવ્યા છે. ટ્રિબ્યૂનલ દ્વારા ફગાવી દેવામાં આવેલ કેસ વિરૂદ્ધ હાઈ કોર્ટ અને જરૂર પડે તો સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકાય છે.

હાઇકોર્ટના જસ્ટિસ મનોજિત ભુયન અને જસ્ટિસ પ્રથ્વીજ્યોતિ સાઇકાએ જૂનો નિર્ણય દોહરાવ્યો હતો. કોર્ટે આ પહેલા મુનીંદ્ર વિશ્વાસ દ્વારા દાખલ એક મામલામાં આવો જ નિર્ણય આપ્યો હતો. જેમાં તિનસુકિયા જિલ્લામાં એક વિદેશી ટ્રિબ્યૂનલના નિર્ણયને પડકાર્યો હતો.

મોહમ્મદ બાબુલ ઇસ્લામ વર્સિસ આસમ રાજ્ય (કેસ સંખ્યા 3547)માં કોર્ટે નિર્ણય આપ્યો હતો કે મતદાતા ફોટો ઓળખપત્ર નાગરિકતાનું પ્રમાણ નથી. જુલાઈ 2019માં ટ્રિબ્યૂનલ દ્વારા વિદેશી જાહેર કરાયેલા વિસ્વાસે કોર્ટને બતાવ્યું હતું કે તેના દાદા દુર્ગા ચરણ વિશ્વાસ પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લાના હતા અને તેના પિતા ઇન્દ્ર મોહન વિશ્વાસ 1965માં આસમના તિનસુકિયા જિલ્લામાં ચાલ્યા ગયા હતા.

અરજી કર્તાએ કહ્યું કે તેનો આસમમાં જન્મ થયો છે. તિનસુકિયા જિલ્લાના માર્ગેરિટા શહેરનો રહેવાસી છે અને મતદાતા યાદીમાં પોતાનું નામ હોવાની સાબિતી રજુ કરી હતી. આ સાથે 1970માં ખરીદેલા જમીનના દસ્તાવેજ પણ રજુ કર્યા હતા.